બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (12:17 IST)

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઃ ભાજપના થયેલા કોંગ્રેસના ધારાસભ્યોનું શું થશે?

ગુજરાતમાં 7 વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ વિધાનસભા ખૂબ હાઈ-પ્રોફાઈલ રહેશે. કોંગ્રેસનો છેડો છોડી ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી હરાવવા સમગ્ર કોંગ્રેસ મેદાનમાં ઉતરશે તેવા ડરથી હવે બાયડ ઉપરાંત રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારી ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહને આપવામાં આવી છે. આ પહેલ બાયડમાં ધવલસિંહ ઝાલાને જીતડવાની જવાબદરી તેમના શિરે હતી. આગામી સમયમાં રાજ્યની સાત વિધાનસભામાં યોજાનાર પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે કમર કસી છે, ત્યારે રાધનપુર અને બાયડ સીટ જીતવાની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આપવામાં આવી છે.ભાજપ દ્વારા તમામ સીટ પર એક સરકાર અને એક સંગઠનમાંથી નેતાની પસંદગી કરી જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પ્રદીપસિંહ જાડેજાને પહેલા બાયડ વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ હવે વધારાની જવાબદારી રૂપે તેમને રાધનપુર બેઠકની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ચૂંટણી પંચ તરફથી હજુ સુધી પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, ભાજપે તે પહેલા જ તમામ કવાયત શરૂ કરી દીધી છે.વિધાનસભા બેઠક પ્રમાણે વાત કરીએ તો મોરવા હડફ બેઠક માટે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુર જીલ્લાના કાર્યકર્તાઓ, લુણાવાડા બેઠક પર ખેડા, મહીસાગર અને આણંદ જીલ્લાના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશે.