દાહોદમાં 8 ઈંચ વરસાદથી જિલ્લાના તમામ ડેમો છલકાયા, સમગ્ર તંત્ર એલર્ટ

dahod rain
દાહોદ:| Last Modified શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (11:37 IST)

દાહોદમાં મોડી રાત્રીથી અવિરતપણે પડેલા 8 ઈંચ વરસાદના કરાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થયા હતા. જો કે, દાહોલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઇ જિલ્લાનું પર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ વહીવટી તંત્રને સૂચના આપી છે.

તો બીજી તરફ દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે દૂધીમતી બે કાંઠે વહેતી થઇ છે. પાણીના વહેતા પ્રવાહમાં જીવના જોખમે યુવકો પગમાં દોરી બાંધીને નદીના પ્રવાહમાં ડૂબતી મારી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાક સાંજના 6થી સવારના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ દાહોદ શહેરમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

જ્યારે અન્ય તાલુકા ગરબાડામાં 95 મિમી, ઝાલોદમાં 78 મિમી, દેવગઢબારીયામાં 24 મિમી, ધાનપુરમાં 28 મિમી, ફતેપુરામાં 66 મિમી, લીમખેડામાં 64 મિમી, સંજેલીમાં 80 મિમી અને સિંગવડમાં 73 મિમી વરસાદ નોંધાયો છે. દૂધિમતિ નદી અને છાબ તળાવ સહિત મોટાભાગના નદી-નાળા-તળાવો છલોછલ થઇ ગયા હતા.


આ પણ વાંચો :