આજથી બદલાય ગયા છે બેંક સાથે જોડાયેલા નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Last Modified શુક્રવાર, 1 નવેમ્બર 2019 (12:51 IST)
આજે એટલે કે 1 નવેમ્બરથી એવા ફેરફાર થઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. આજથી એસબીઆઈ બેંક (SBI Bank)ની ડિપોઝીટ દર બદલાય રહી છે. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં બેંકોના ખુલવાનો સમય પણ બદલાય રહ્યો છે. આવો જાણીએ આજે એટલે કે 1 નવેમ્બરથી બેંક સાથે જોડાયેલા કયા નિયમો બદલાય રહ્યા છે.

આજથી એસબીઆઈ બેંકના વ્યાજ દર બદલાશે

સ્ટેટ બેંક ઓફ ઈંડિયા(SBI)એ અર્થવ્યવસ્થા લિક્વિડીટીને જોતા બેંક ડિપોઝિટ અને ફિકસ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દર ઘટાડી દીધા છે. હવે 1 લાખ રૂપિયા સુધીના બેંક ડિપોઝીટ પર 3.50 ટકાને બદલે 3.25 ટકાનુ વ્યાજ મળશે.
આ નવી વ્યાજ દર આજથી 1 નવેમ્બર 2019થી લાગૂ થઈ જશે.

એસબીઆઈ બેંકએ બેંક ડિપોઝીટ ઉપરાંત ટર્મ ડિપોઝેટ અને બલ્ક ડિપોઝિટ પર પણ વ્યાજ દર ક્રમશ 10 બેસિસ પોઈંટ અને 30 બેસિસ પોઈંટ ઘટાડી દીધો છે. આ નવા દર એકથી બે વર્ષ સુધીન ટર્મ ડિપોઝીટ પર લાગૂ થશે. આ નવી દર 10 ઓક્ટોબરથી લાગૂ થશે.

એફડી પર વ્યાજ દર ઘટાડવા ઉપરાંત એસબીઆઈએ છઠ્ઠીવાર નાણાકીય વર્ષ 2019-20 માટે એમસીએલઆર
(MCLR)ઘટાડી દીધુ છે.
એટલે કે હવે એસબીઆઈ બેંકનુ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે લોન લેવી વધુ સસ્તી થઈ ગઈ છે.
હવે નવી દર મુજબ એમસીએલઆર દર 10 ઓક્ટોબરથી 8.05 ટકા થઈ ગઈ છે.

એસબીઆઈએ વ્યાજ દરમાં 10 બેસિસ પોઈંટનો કપાત કર્યો છે. દિવાળી પહેલા વ્યાજ દરમાં કપાત કરી એસબીઆઈએ લાખો ગ્રાહકોને ભેટ આપી છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસની આગેવાનીવાળી મૌદ્રિક નીતિ સમિતિ (RBI Monetary Policy Meeting)ત્રણ દિવસની બેઠક કરી તેમા 4 ઓક્ટોબરના રોજ રેપો રેટમાં કપાત કરી હતી.

બેંકોનુ નવુ ટાઈમ ટેબલ

મહારાષ્ટ્રમાં પબ્લિક સેક્ટર બેંકનુ નવુ ટાઈમ ટેબલ
(Banks Time Table) નક્કી થઈ ગયુ
છે. હવે આ બધી બેંક એક જ ટાઈમ પર ખુલશે અને બંધ થશે. બેંકનો સમય સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં બેંકોનુ નવુ ટાઈમ ટેબલ બૈકર્સ કમિટીએ નક્કી કર્યુ છે.
જેને 1 નવેમ્બરથી લાગૂ કરવામાં આવશે.


આ પણ વાંચો :