જાણો ખોટા બેંક ખાતામાં પૈસા જતા રહે તો શુ કરો ? શુ છે કાયદો ? કંઈ વાતોનુ રાખશો ધ્યાન

money transfer
Last Modified શનિવાર, 8 ડિસેમ્બર 2018 (16:31 IST)
કોઈને પૈસા મોકલતી વખતે અનેકવાર બેંક ખાતા સંબંધી ખોટી માહિતીને કારણે પૈસા બીજાના ખાતામાં જતા રહે છે. આવી સ્થિતિમાં તમે ખુદ છેતરાય ગયાનો અનુભવ
કરવા અન ચિંતા કરવાને બદલે તમારે ધૈર્યથી કામ લેવુ જોઈએ.
મોટાભાગે લોકો પોતાની ભૂલ સમજીને કે પછી યોગ્ય માહિતી ન હોવાને કારણે પૈસા પરત મેળવવાની કોશિશ જ નથી કરતા. તો જો તમારી સાથે ક્યારેય આવી ઘટના થાય તો અહી અમારા દ્વારા બતાવેલ નિર્દેશ પર અમલ કરી તમારી મહેનતની કમાણીનો પૈસો પરત લઈ શકો છો.

તરત જ તમારી બેંકને સૂચિત કરો

ખોટા ખાતામાં પૈસા ટ્રાસફર થયા પછી સૌ પહેલા તમારી બેંકને સૂચિત કરો. આ સૂચના તમે ફોન કે ઈમેલ દ્વારા આપી શકો છો. આ ઉપરાંત તમે સીધા તમારા શાખા પ્રબંધક
સાથે પણ સંપર્ક કરી શકો છો. આ સમજવુ જરૂરી છે કે જે બેંક ખાતામાં તમારા પૈસા ટ્રાંસફર કર્યા છે. ફક્ત એ જ બેંક આ મામલો ઉકેલી શકે છે.
તમારી ફરિયાદમાં ટ્રાંજેક્શનની તારીખ અને સમય તમારા એકાઉંટ નંબર અને જે એકાઉંટ નંબરમાં ભૂલથી પૈસા ગયા છે તેની સંપૂર્ણ માહિતી સામેલ કરો. પુરાવા માટે ટ્રાંજેક્શનનો સ્ક્રીન શોટ પણ મોકલી શકો છો.

સંબંધિત બેંકમાં ફરિયાદ કરો

જે પણ ખાતામાં પૈસા ભૂલથી ટ્રાંસફર થયા છે. એ બેંકમાં જઈને તમે ટ્રાંજેક્શનની ફરિયાદ કરો. પોતાના ગ્રાહકની અનુમતિ વગર બેંક પૈસા ટ્રાંસફર નથી કરતુ.

આ ઉપરાંત બેંક પોતાના ગ્રાહકની માહિતી પણ કોઈની સાથે શેયર નથી કરતુ. તેથી ફરિયાત નોંધાવતી વખતે તમારે બેંકને આગ્રહ કરવો પડશે કે જે પૈસા ભૂલથી કોઈ અન્ય ખાતામાં ટ્રાંસફર થયા છે તે પરત કરવામાં આવે.
જ્યારબાદ બેંક પોતાના ગ્રાહક પાસે તમારા પૈસા પરત કરવાની અનુમતિ માંગશે.

કાયદાકીય પ્રક્રિયા અંતિમ રસ્તો

જે વ્યક્તિના ખાતામાં પૈસા ગયા છે જો તે તમારા પૈસા પરત કરવાની ના પાડે તો તમારી પાસે કાયદાકીય પ્રક્રિયા અપનાવવી જ અંતિમ રસ્તો બચશે.
તમારી અપીલ પર બેંક સંબંધિત ખાતાધારક વિરુદ્ધ કાયદાકીય પગલા ઉઠાવવાનો મામલો નોંધાવશે.

કાયદો શુ કહે છે

રિઝર્વ બેંકનો સ્પષ્ટ આદેશ છે કે જો કોઈ ખાતાધારકનો પૈસો ભૂલથી એ જ બેંકના કોકી બીજાના ખાતામાં કે કોઈ અન્ય બેંકના ખાતામાં જમા થઈ જાય છે તો તમારી બેંકે જલ્દી પગલા ઉઠાવવા પડશે.
આ બેંકની જવાબદારી રહેશે કે તે ખોટા ખાતામાંથી પૈસા સાચા ખાતામાં પરત કરવાની વ્યવસ્થા કરે.

આ સાવધાની રાખશો તો આવી ભૂલ નહી થાય

- ઓનલાઈન ટ્રાંજેક્શન સમયે તમારે વધુ સતર્ક રહેવુ જોઈએ
- કોઈપણ મોટી રકમ ટ્રાંસફર કરતા પહેલા તમે નાનકડી રકમ ટ્રાંસફર કરીને ચેક કરી લો કે તમે જેના ખાતામાં પૈસા નાખવા માંગો છો તેના ખાતામાં ગઈ કે નહી.
- પૈસા મોકલતા પહેલા ખાતાધારકની માહિતીને ડબલ ચેક કરો અને તેની વિગતને પણ ક્રોસ વેરીફાઈ કરો.
- બધી માહિતી ભર્યા પછી સંતુષ્ટિ થાય તો જ પૈસા ખાતામાં ટ્રાંસફર કરો.


આ પણ વાંચો :