રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (13:39 IST)

કોરોનાકાળમાં બેંકિંગ કામગીરી બની સરળ, ''સીટા'' અને "ICICI બિઝનેસ બેંકિંગ" વચ્ચે થઇ આ ડીલ

આનંદદાયક સર્વિસનો અનુભવ એ 'સીટા' દ્વારા સર્જિત સોલ્યુશનનો મુખ્ય હેતુ છે અને આ સતત બદલાતી રહેતી પ્રક્રિયામાં 'સીટા'એ આઇસીઆઇસીઆઇ બેન્ક બિઝનેસ બેંકિંગ સાથે આ હેતુ માટે વધુ એક જોડાણ કર્યુ છે. આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા 'સીટા'ને હવે આઇસીઆઇસીઆઇ ઇન્ટરનેટ બેન્કિંગ એપીઆઇ, આઇસીઆઇસીઆઇ પેમેન્ટ ગેટવે, ટેક્સેશન એપીઆઇ અને બીજી ઘણી બધી સુવિધાઓ મળશે જેથી તેના ઇઆરપી સોલ્યુશનમાં બેન્કિંગ કામગીરી સરળ બનશે. 'સીટા'ના ક્લાયન્ટસને પણ નીચેના લાભો મળશે.
 
"ઇઆરપી પ્લેટફોર્મ પરથી ડાયરેક્ટ બેન્કિંગ એક્સેસ સિંગલ પ્લેટફોર્મ પર બેન્કિંગ અને એકાઉન્ટિંગ, ICICI બેન્ક અને ERP લક્ષી ઓફર્સનું એક્સેસ,તાત્કાલિક અને પેપરલેસ વન-ટાઇમ રજિસ્ટ્રેશન (શૂન્ય ચાર્જ) ડાયરેક્ટ ઇન્ટીગ્રેશન અથવા ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ માટે બેન્કની મુલાકાત લેવાની જરૂર નથી.ઝંઝટ રહીત સેવાથી સમયની બચત ઓટોમેટેડ રિકોન્સિલિયેશન માનવબળ અને ખર્ચમાં બચત સંચાલકીય કાર્યક્ષમતામાં સુધારો ICICI બેન્કની NACH ઇ મેન્ડેટ સિસ્ટમ સર્વિસનું એક્સેસ જેમાં સામેલ છે."
 
"સીટા"ના ફાઉન્ડર અને ચેરમેન કિરણ સુતરિયા માને છે કે બિઝનેસ અને ઓપરેશન પ્રોસેસના સુરક્ષિત અને સરળ ઓટોમેશન માટે ટેકનોલોજીના ઉપયોગના મિશનમાં આ પગલું મહત્ત્વનું છે".