ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (09:55 IST)

Share market updates Live : સેંસેક્સ પહેલીવાર 60 હજાર અંકને પાર, નિફ્ટી પણ 18 હજારી બનવા તૈયાર

ભારતીય શેરબજાર ટોપ પર છે. અઠવાડિયાના અંતિમ દિવસ એટલે શુક્રવારે સેંસેક્સની ઓપનિંગ ઐતિહાસિક બઢત સાથે થઈ.  આ સાથે જ સેંસેક્સે 60 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી લીધો છે. સેસેક્સે લગભગ 9 મહિનાની અંદર 10 હજાર અંકોની મજબૂતે મેળવી છે.  આ પહેલા જાન્યુઆરી મહિનામાં સેંસેક્સે 50 હજાર અંકને પાર કરી લીધો હતો. જો નિફ્ટી વાત કરીએ તો આ પણ રેકોર્ડ બનાવી રહી છે અને કોઈપણ સમયે 18 હજાર અંકના જાદુઈ આંકડાને પાર કરી લેશે. 
 
વધવાનુ કારણ શુ છે ? 
 
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતીય શેરબજારમાં સતત બઢતના અનેક કારણો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતીય બજારમાં વિદેશી મૂડીનો પ્રવાહ અપેક્ષાઓ કરતાં વધી ગયો છે. આ ઉપરાંત દેશની અર્થવ્યવસ્થાને વેક્સીનેશનનો લાભ મળી રહ્યો છે અને કોરોનાના ઓછા કેસ અને અર્થતંત્ર પાટા પર ફરી રહ્યું છે. સાથે જ  વિવિધ ક્ષેત્રોની લિસ્ટેડ કંપનીઓના નાણાકીય પરિણામો પણ અપેક્ષા કરતા સારા છે.
 
સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ભારતીય શેર બજારમાં શુક્રવારે કડાકો બોલે તો તેના માટે 'બ્લેક ફ્રાઈડે શબ્દ પ્રચલિત છે અને બજારે અનેકવાર બ્લેક ફ્રાઈડે જોઈ પણ લીધો છે. વર્તમાન સંજોગોમાં સેન્સેક્સ 60,000ની સપાટી પર પહોંચી ગયો છે આ સાથે જ 24 સપ્ટેમ્બરની તારીખ શેરબજાર માટે ઐતિહાસિક બની ગઈ છે અને તેને માર્કેટમાં ગુડ ફ્રાઈડે તરીકે હમેશા યાદ રાખવામાં આવશે.
 
વર્તમાન બજાર પ્રવાહમાં, તેજીને મજબૂત ટેકો મળી રહ્યો છે. આવા સમયે ઇન્ડેક્સ અને સેકટોરલ મૂવમેન્ટ પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બજાર અત્યારે સર્વોચ્ચ સપાટીએ છે અને શુક્રવારે પણ તે તેજી સાથે જ ખૂલે તેવી પૂરી સંભાવના છે. એક લેવલ પછી માર્કેટમાં કરેક્શન આવશે. આખરે હંમેશા યાદ રાખવું જોઈએ કે બુલ રન ગમે તેટલી મજબૂત હોય, પ્રોફિટ બૂકિંગની શરૂઆત માટે એક નકારાત્મક મુદ્દો જ કાફી છે.