મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (17:47 IST)

સેંસેક્સે રચ્યો ઈતિહાસ, પહેલીવાર પહોચ્યો 59000ને પાર

સેન્સેક્સે નવો ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત સેન્સેક્સ 59200 અને નિફ્ટી 17600ને પાર પહોંચ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 418 અંક વધી 59141 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 110 અંક વધી 17629 પર બંધ રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 58881 અને નિફ્ટી 17539 પર ખુલ્યો હતો.
 
આ કંપનીઓના શેર થયા અપ 
 
ઈન્ડસઈન્ડ બેન્ક, ITC, SBI, રિલાયન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.34 ટકા વધી 1131.25 પર બંધ રહ્યો હતો. ITC 6.83 ટકા વધી 230.75 પર બંધ રહ્યો હતો. જ્યારે TCS, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 1.16 ટકા ઘટી 1447.65 પર બંધ રહ્યો હતો. TCS 1.32 ટકા ઘટી 3902.50 પર બંધ રહ્યો હતો.
 
 
માર્કેટ કેપ વધી 
BSE પર 2431 શેરમાં કારોબાર થઈ રહ્યો છે, જેમાંથી 1705 શેરોમાં વધારા સાથે અને 618 શેરો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 260 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલાં બુધવારે સેન્સેક્સ 476 અંક વધી 58,723 પર અને નિફ્ટી 139 પોઈન્ટ વધી 17,519 પર બંધ થયો હતો.
 
બજારમાં વધારાના કારણો
 
ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર ઘટ્યો છે
વેક્સિનેશન ઝડપી થવાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે
કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 260 લાખ કરોડ રૂપિયાને પાર