ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (15:17 IST)

ગુજરાતનું નવું મંત્રીમંડળ :10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. 
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં
 
ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી : રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય જીતુ વાઘાણી, MLA,  ભાવનગર પશ્ચિમ ઋષિકેશ પટેલ,MLA,  વિસનગરપૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ નરેશ પટેલ, MLA, ગણદેવી પ્રદિપ પરમાર, MLA, અસારવાઅર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદકિરિટસિંહ રાણાં, MLA, લિંબડી કનુ દેસાઇ, MLA, પારડી રાજ્યકક્ષાનાં મંત્રી 
 
હર્ષ સંઘવી, MLA, મજૂરા જીતુ ચૌધરી, MLA,  કપરાડા જગદીશ પંચાલ, MLA,  નિકોલ મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર બ્રિજેશ મેરજા, MLA, મોરબી 
રાજ્યકક્ષાનાં મંત્રી કુબેર ડિંડોર, MLA, સંતરામપુરનિમિષા સુથાર, MLA, મોરવાહડફકુબેર ડિંડોર, MLA, સંતરામપુરઅરવિંદ રૈયાણી, MLA,  રાજકોટ દક્ષિણ કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ વિનુ મોરડિયા, MLA, કતારગામદેવાભાઈ મલમ, MLA, કેશોદ ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજઆર.સી મકવાણા, MLA, મહુવા 
નોંધનીય છે કે હવે સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે જે બાદ કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામાં આવશે. 
 
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી શ્રી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ  સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક શ્રી પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.