ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 12 માર્ચ 2023 (01:22 IST)

Campa ની એન્ટ્રીથી ઠંડા નો બિઝનેસ થયો ગરમ, શું ટેલીકૉમની જેમ Cola ના કિંગ બનશે અંબાની ?

campa
દેશના ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સે Jio સાથે ભલે મોડેથી એન્ટ્રી લીધી હતી, પરંતુ બે વર્ષમાં તેણે એવી હલચલ મચાવી દીધી કે દાયકાઓથી સ્થાપિત કંપનીઓ ઉથલાવી દીધી.  હવે રિલાયન્સે દેશના સૌથી લોકપ્રિય કોલા બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. અહીં બે અમેરિકન કંપનીઓ પેપ્સી (Pepsi) અને કોકા કોલા (Coca Cola) સામ્રાજ્ય ધરાવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે ઉનાળાની સિઝનમાં લગભગ રૂ. 9 અબજના કોલા બિઝનેસમાં મોટી હલચલની અપેક્ષા છે. રિલાયન્સે ગયા વર્ષે 50 વર્ષ જૂની કેમ્પા કોલા બ્રાન્ડ ખરીદી હતી અને હોળીના અવસર પર દેશભરમાં કેમ્પા લોન્ચ કરી હતી.
 
22 કરોડમાં ખરીદી બ્રાન્ડ 
કોકાકોલા અને પેપ્સીના યુગ પહેલા ભારતમાં ઠંડા પીણાના નામ પર થમ્સઅપ અને કેમ્પાનું વર્ચસ્વ હતું. 90ના દાયકામાં કોકાકોલાએ ભારતમાં પ્રવેશ્યા બાદ થમ્સઅપને ખરીદી લીધી.  બીજી બાજુ કેમ્પા આ મલ્ટીનેશનલ કંપનીઓનો મુકાબલો ન કરી શકી અને કેમ્પાકોલા - 'ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટ' કોલા વોરમાં એકદમ પસ્ત થયા પછી બજારમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. કેમ્પા કોલા 2022માં ફરી ચર્ચામાં આવી, કારણ કે રિટેલ સેક્ટરમાં વિસ્તરી રહેલી રિલાયન્સે(Reliance) કેમ્પા કોલા બ્રાન્ડને 22 કરોડમાં ખરીદી અને 6 મહિનાની અંદર તેને માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવી  
 
શું મુકેશ અંબાણી બનશે કોલા કિંગ?
ભારતમાં કોલા ડ્રિંકનું બજાર $9 બિલિયનની આસપાસ છે. આ માર્કેટ પેપ્સી અને કોક જેવી દિગ્ગજ અમેરિકન કંપનીઓના હાથમાં છે. અમુક નાનો ભાગ ફ્રુટી જેવી ભારતીય બ્રાન્ડ્સ પાસે પણ છે. મુકેશ અંબાણી દેશભરમાં રિલાયન્સ રિટેલનું મોટું નેટવર્ક ધરાવે છે. જીયો માર્ટ નામનું ડિજિટલ પ્લેટફોર્મ પણ છે. આટલા વિશાળ વિતરણ નેટવર્ક સાથે, એવું માનવામાં આવે છે કે કેમ્પા કોલા આ વિશાળ માર્કેટમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
 
ત્રણ વેરિઅન્ટમાં આવી કેમ્પા 
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે કેમ્પા કોલાને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. આમાંની એક ચિરપરીચિત કોલા ફ્લેવર છે, સાથે જ  લેમન અને ઓરેન્જ ફ્લેવર્સમાં પણ કેમ્પા કોલા લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં સોફ્ટ ડ્રિંક માર્કેટ 2023માં આશરે $9 બિલિયન હોવાનો અંદાજ છે, જે 2027 સુધીમાં $11 બિલિયન સુધી પહોંચી જશે. ભારતમાં 2023માં માથાદીઠ ઠંડા પીણાનો વપરાશ 5 લિટર સુધી પહોંચવાની ધારણા છે.