શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: કરાચી , બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (09:41 IST)

આઈએમએફમાંથી વધારે દેવુ માંગશે પાક

પાકિસ્તાન પોતાની વધતી જતી વ્યાપારની ખોટનો સામનો કરવા અને અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર લાવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી વધારે દેવાના રૂપમાં 4.5 અરબની માંગ કરી છે.

એપીપીની રિપોર્ટ મુજબ આઈએમએફે પહેલાં પણ પાકિસ્તાનને પોતાની અર્થવ્યવસ્થાના પુનર્ગઠન માટે 7.6 અરબ ડોલરનું દેવું આપવાની મંજુરી આપી દિધી છે.

નાણાંકીય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેવાના બીજા હપ્તા માટે દુબઈમાં 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને આઈએમએફના અધિકારીઓની થનારી મુલાકાત દરમિયાન દેશ માટે નક્કી કરેલ નાણાંકીય લક્ષ્યોનું વિશ્લેષણ કરવામાં આવશે.