શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

બજારમાં તેજી, 572 પોઈન્ટનો વધારો

વૈશ્વિક આર્થિક સંકટનો સામનો કરવા માટે ચીને 586 અબજ ડોલરનું પેકેજ જાહેર કરતાં એશિયન બજારોમાં આજે તેજી જોવા મળી હતી.

આજે બજારમાં લેવાલી જોવા મળી હતી. જેને કારણે સેન્સેક્સ 572 પોઈન્ટનાં વધારા સાથે 10536 પર બંધ થયો હતો. તેમજ એનએસઈનો નિફ્ટી 175 પોઈન્ટ વધીને 3148 પર બંધ થયો હતો.

બીએસઈમાં મેટલ સેક્ટરમાં 10.92 ટકાની તેજી જોવા મળી હતી. તો પાવર, કેપીટલ ગુડ્સ તેમજ ઓઈલ-ગેસ સેક્ટરમાં પણ તેજી રહી હતી.
સેન્સેક્સમાં પણ મેટલ સેક્ટરમાં સ્ટીલ કંપનીઓ જેવી કે સ્ટરલાઈટ , ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો વગેરેનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

આ સાથે ટાટા પાવર, રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર, જયપ્રકાશ એસોસિએટ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી એરટેલ, ઓએનજીસી, ભેલ, સત્યમ , રેનબેક્સી, ઈન્ફોસિસ, એન એન્ડ ટી અને એચડીએફસી બેન્કમાં તેજીની અસર જોવા મળી હતી.