શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (10:48 IST)

બ્લેન્કેટથી ચહેરો ઢાંકીને સૂતા હોવ તો સાવધાન

ઘણીવાર લોકોને રજાઇ કે ધાબળામાં મોઢું ઢાંકીને સૂવાની આદત હોય છે. રાત સવારમાં ફેરવાય છે, પણ તેના મોંમાંથી રજાઇ હટતી નથી. પણ શું આ રીતે સૂવું યોગ્ય છે?
 
માત્ર રજાઇ કે બ્લેન્કેટથી ચહેરો ઢાંકીને સૂવાથી જ નહીં પરંતુ રૂમમાં લાંબા સમય સુધી હીટર ચાલુ રાખવાથી પણ આવી સમસ્યાઓ થાય છે. હીટર, બ્લોઅર ચાલુ રાખીને સૂવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી ફરિયાદો થવા લાગે છે.
 
ડૉક્ટરો આ આદતને સારી નથી માનતા. તેઓ કહે છે કે જો તમે આખી રાત આ રીતે સૂશો તો તમને માથાનો દુખાવોની ફરિયાદ થઈ શકે છે. આટલું જ નહીં, તેના કારણે ઉલ્ટી, ઉબકા, ચક્કર અને છાતીમાં ભારેપણાની સમસ્યા પણ જોવા મળી રહી છે.