શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (17:42 IST)

મકર સંક્રાતિ 2020 - ફેફસા માટે લાભકારી અને એસિડિટી દૂર ભગાડે છે તલ-ગોળના લાડુ.. જાણો 5 ફાયદા

મકર સંક્રાતિ 2020
મકર સંક્રાતિનો તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવારમાંથી એક છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સારા દિવસની શરૂઆત થાય છે. જેનાથી માંગ્લિક કાર્યોની શરૂઆત થાય છે. 
 
આ દિવસે તલ અને ગોળનો લાડુ ખાવાનુ વિશેષ મહત્વ છે. આ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે અનેક ગુણોથી ભરપૂર હોય છે. તલમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ આયરન અમીનો એસિડ, ઓક્ઝેલિક એસિડ, વિટામિન બી સી અને ઈ હોય છે.  બીજી બાજુ ગોળમાં સુક્રોઝ ગ્લુકોઝ અને ખનિજ તરલ જોવા મળે છે. 
 
1  ફેફસા આપણા શરીરનુ મુખ્ય ભાગ છે. જે આપણા શરીરમાં ઓક્સીઝન પહોચાડવાનુ કામ કરે છે. તલના લાડુ ફેફસા માટે પણ ખૂબ લાભકારી હોય છે. તલ ફેફ્સામાં ઝેરીલા પદાર્થના પ્રભાવને કાઢવાનુ પણ કામ કરે છે. 
 
2. તલના લાડુ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. જેની તાસીર ગરમ હોવાને કારણે તે હાડકા માટે ખૂબ ગુણકારી હોય છે. ઠંડીમાં તેને ખાવાના વિશેષ ફાયદા હોય છે. કારણ કે તેને ખાવાથી શરીરને ઠંડી સાથે લડવાની તાકત મળે છે. 
 
3 . તલના લાડુ પેટ માટે માટે ખૂબ લાભકારી હોય છે. તેને ખાવાથી એસિડિટીમાં પણ રાહત મળે છે.  તલ ગોળના લાડુ ગેસ, કબજિયાત જેવી બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. તલના લાડુ ભૂખ વધારવામાં પણ મદદ કરે છે. 
 
4 . તલના લાડુ એનર્જીથી ભરપૂર હોય છે. તે શરીરમાં લોહીની માત્રાને પણ વધારવામાં મદદ કરે છે. સૂકા મેવા અને ઘીથી બનેલ તલના લાડુને ખાવાથી વાળ અને સ્કિનમાં ચમક આવે છે. 
 
5  તલના લાડુ ખાવાથી શારીરિક જ નહી પણ માનસિક સ્વાસ્થ્ય પણ ઠીક રહે છે. તેને ખાવાથી શરીરની નબળાઈ ખતમ થાય છે.  સાથે જ તે ડિપ્રેશન અને ટેંશનથી મુક્તિ અપાવવામાં મદદરૂપ છે.