સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (08:52 IST)

વિશ્વ તમાકૂ નિષેધ દિવસ - ધૂમ્રપાન અને તમાકુનુ સેવન કરનારાઓમાં કોરોનાનુ જોખમ વધુ

તમાકુ અપ્રત્યક્ષ રૂપે કાબુ બહારના રોગોના કારણોમાંથી એક છે. તમાકુનુ સેવન કરનારાઓ કે ધૂમ્રપાન કરનારાઓને કોરોના સંક્રમિત થવાનો ખતરો વધુ હોય છે. આગરાના એસએન મેડિકલ કોલેજના કેંસર રોગ વિભાગના વિશેષજ્ઞો મુજબ તમાકુનુ સેવન કોરોના સંક્રમણ ફેલાવવામાં ઝડપ લાવીને ગંભીર સ્થિતિ ઉભી કરે છે. 
 
વાયરસ મુખ્યત્વે લાળના ટીપાં અથવા ચેપગ્રસ્ત વ્યક્તિને ઉધરસ આવે અથવા છીંક આવે છે ત્યારે નાકમાંથી સ્ત્રાવ દ્વારા ફેલાય છે. તમાકુના ઉત્પાદનો
 (ખૈની, ગુટખા, પાન, જરદા) ચાવવાથી થૂંકવાની ઇચ્છા વધે છે. જાહેર સ્થળોએ થૂંકવું એ ખાસ કરીને સંકમિત રોગચાળાના આરોગ્યનું જોખમ વધારે છે. સંક્રમિત રોગોમાં કોરોના સંક્રમણ ક્ષય રોગ વગેરે સામેલ છે.
 
કેન્સર માટે ધૂમ્રપાન-તંબાકુ જવાબદાર 
 
 
વિશેષજ્ઞોના મુજબ ફેફસાના કેન્સરના કેસમાંથી  90 ટકા કેસો માટે ધૂમ્રપાન-તમાકુ જવાબદાર છે. ધૂમ્રપાન ન કરનારાઓની તુલનામાં ખૂબ જ વધુ ધૂમ્રપાન કરનારાઓને મોઢુ અને ગળાના કેન્સરનો ખતરો 5-25  ગણો વધુ હોય છે. આ જ રીતે તેમને ફેફસાનુ કેન્સર થવાનું જોખમ 9 ગણૂ હોય છે.
 
ગ્લોબલ એડલ્ટ ટોબૈકો સર્વે અનુસાર, દેશમાં 270 કરોડથી વધુ તમાકુનો ઉપયોગ કરનારાઓના ઘર છે. ભારત વિશ્વનો તમાકુ ઉત્પાદોનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે.  દેશમાં ધૂમ્રપાનને કારણે દર વર્ષે લગભગ 9.30 લાખ વ્યક્તિઓનુ મોત થાય છે. જ્યારે કે ધુમાડા રહિત તમાકુ (ગુટખા, પાન વગેરે) ને કારણે લગભ 3.50 લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. દરરોજ દિવસમાં લગભગ 3500 મોત થાય છે. તમાકુથી સંબંધિત કેન્સરમાં 50 ટકા પુરુષો અને 25 ટકા સ્ત્રીઓ છે.
 
અનેક સ્થાનો પર કેન્સર માટે તમાકુ જવાબદાર 
 
 
તમાકુ શરીરમાં ઘણી જગ્યાએ કેન્સર માટે જવાબદાર છે. જેમા ફેફસાં, મોઢુ, સ્વરયંત્ર, પેટ, મૂત્રાશય અને પિત્તાશયનો સમાવેશ થાય છે. સાથે જ તમાકુના સેવનથી હૃદય અને રક્ત નળીઓનો રોગ, હાર્ટ એટેક, છાતીમાં દુ:ખાવો, અચાનક કાર્ડિયાક ડેથ અને બ્રેન એટેક થવાનું જોખમ હોય છે. ડોક્ટરોના કહેવા મુજબ બીડી પીવી સિગરેટ પીવા કરથી વધુ હાનિકારક છે કારણ કે તેમા હાઈડ્રોકાર્બન પણ ખૂબ હોય છે. 
 
તમાકુનુ સેવન આ રીતે ઘટાડી શકાય છે
 
- શાળાઓ કેન્સર શિક્ષણ કાર્યક્રમો ચલાવીને બાળકોને આ વિશે જાગૃત કરવા જોઈએ 
- પાઠયપુસ્તકોમાં તમાકુના જોખમોનો અભ્યાસનો સમાવેશ કરવો જોઈએ.
- શાળાઓ પાસે સિગરેટ કે અન્ય કોઈ પણ પ્રકારના પાન-મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.