1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: વોશિગ્ટન , મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (16:55 IST)

અમેરિકી વિધાનસભા મંત્રોચ્ચારથી ગુંજશે

અમેરિકાની કોલોરેડો રાજ્યની વિધાનસભાનાં નીચેના ગૃહનાં પ્રતિનિધિ સભાનાં સત્રની શરૂઆત સંસ્કૃત મંત્રોચ્ચારથી કરવામાં આવશે.

ડેનવર સ્થિત પ્રતિનિધિ સભામાં મંગળવારથી શરૂ થનાર સત્રની શરૂઆત પ્રથમવાર વૈદિક મંત્રોની ગુંજથી થશે. હિન્દુ ધર્મગૂરૂ રાજન જેદ ગૃહની કાર્યવાહી સંસ્કૃતનાં મંત્રોનાં પાઠથી કરશે. ત્યારબાદ મંત્રોની અંગ્રેજીમાં વાંચીને સંભળાવવામાં આવશે.

આ દરમિયાન જેદ દુનિયાનાં સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદનું પઠન કરશે. ત્યારબાદ ઉપનિષદ અને ગીતાનાં શ્લોકોનું પણ પઠન કરશે.