1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

પાકિસ્તાન-તાલીબાન વચ્ચે સમજૂતિ

પાકિસ્તાન સરકારે તાલિબાન સાથે એક સમજૂતિ હેઠળ પશ્ચિમોત્તર સ્વાત ઘાટીમાં શરીયત કાયદાને લાગુ કરી દીધો છે.

સ્થાનિક સરકારે પણ તેની પૃષ્ટિ કરી દીધી છે. તેમજ તાલિબાને પોતાની તરફથી દસ દિવસ માટે યુદ્ધ્ વિરામની ઘોષણા કરી છે. ત્યારબાદ સરકાર તરફથી આ કરાર અંગે ઔપચારિક ઘોષણા કરી દેવામાં આવી છે.

આ પહેલાં પણ પાકિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે સમજૂતિ થઈ ચુકી છે. જે નિષ્ફળ રહી છે. તેમછતાં પાકિસ્તાન સરકારે આ સમજૂતિ કરી છે. તો બીજીબાજુ અમેરિકન સરકારે આ સમજૂતિથી નારાજગી વ્યક્ત કરી હતી. પ્રાંતિય કાયદા મંત્રી અરશદ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ સમજૂતિને કારણે તાલિબાન પોતાનાં લડવૈયાઓને હથિયાર નીચે મુકવા સમજાવી શકશે.