1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મેક્સિકો , શનિવાર, 27 સપ્ટેમ્બર 2008 (10:02 IST)

સ્વતંત્રતા દિવસે હુમલો કરનારા ત્રણ વ્યક્તિની ધરપકડ

મેક્સિકો વિસ્ફોટ . સ્વતંત્રતા દિવસના પ્રસંગે હુમલો કરનાર ત્રણ વ્યક્તિની ધરપકડ. મેક્સિકો સિટીમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે ખુશીયો મનાવી રહેલ લોકો પર ગેનેડ ફેંકનારા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓ માદક દ્વવ્યોની તસ્કરીવાળા એક ગિરોહના સભ્યો છે. હુમાલામાં આઠ લોકો માર્યા ગયા છે.

અભિયોજકોએ જણાવ્યુ કે તેમણે ગુરૂવારે કર્યુ હતુ. તેઓ બધા કુખ્યાત ગલ્ફ કાર્ટલ સમૂહના સભ્યો છે. ચાર બીજા લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે કારણ કે હુમલામાં તેમની સંડોવણી સ્પષ્ટ નથી. આ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે માદક પદાર્થોના ગિરોહએ આ હુમલો કર્યો હતો પરંતુ આ વાત સ્પષ્ટ નથી કે નિર્દોષ લોકોને કેમ નિશાનુ બનાવવામાં આવ્યુ. કોઈ માદક દ્રવ્યની તસ્કરીવાળા ગિરોહનો આ રીતે આ પહેલો હુમલો હતો.

મેક્સિકોના રાષ્ટ્રપતિ ફિલિપ કાલ્ડરને દેશમાં માદક દ્રવ્ય તસ્કરોને નષ્ટ કરવાનુ વ્યાપક અભિયાન ચલાવ્યુ છે.