ઓબામાની પીઠ પાછળ ખંજર

વેબ દુનિયા| Last Modified શનિવાર, 28 એપ્રિલ 2012 (17:47 IST)

P.R
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇ.એસ.આઇ.ના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે અલ-કાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનના ઠેકાણાની જાણકારી આપવામાં અમેરિકાની ગુપ્તચર સંસ્થાના અધિકારીઓની મદદ કરવાનો શ્રેય તેમની સંસ્થાને પ્રાપ્ત થવો જોઇએ.

અમેરિકાના સમાચાર પત્ર ધ વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ અનુસાર પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિસ ઇન્ટિલિજન્સ નિર્દેશાલયના એક વરિષ્ઠ અધિકારીએ ઇસ્લામાબાદમાં શુક્રવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, " આ અંગેની શરૂઆતની જાણકારી વાસ્તવમાં અમારા તરફથી આપવામાં આવી હતી." આઇ.એસ.આઇ. પર ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં શરણ આપવાના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે.
અલ-કાયદાના સંસ્થાપક ઓસામા બિન લાદેનને 2જી મે 2011ના રોજ ગુપ્ત અમેરિકન અભિયાનમાં પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં મારી નાંખવામાં આવ્યો હતો. અમેરિકાના આ ઓપરેશન બાદ પાકિસ્તાનની સેનાએ જણાવ્યું હતું કે તેમણે જાણકારી નહોતી કે ત્યાં છેલ્લા છ વર્ષથી ઓસામા બિન લાદેન છુપાયેલો છે. આઇ.એસ.આઇ. પણ તે જ વાતનું રટણ કરી રહી હતી.

જોકે હાલમાં જ બિન લાદેનની એક વિધવાએ દાવો કર્યો હતો કે અલ-કાયદાના પ્રમુખે પાકિસ્તાનમાં નવ વર્ષથી રોકાણ કર્યું હતું, જે દરમિયાન તેઓ અલગ-અલગ ઠેકાણા પર રહ્યાં હતા અને ચાર બાળકો પણ તે દરમિયાન જ પેદા થયા હતા. આ દાવા બાદ ફરી એક વાર એવા સવાલ ઉઠવા લાગ્યાં હતા કે પાકિસ્તાનની તાકતવર ગુપ્તચર સંસ્થા આઇ.એસ.આઇ.ને ઓસામા અંગે જાણકારી હતી કે નહીં.
વોશિગ્ટન પોસ્ટના અહેવાલમાં આઇ.એસ.આઇ.ના અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, "દુનિયાના કોઇ પણ ભાગમાં અલ-કાયદા પર કોઇ પણ હુમલો તેમની મદદથી જ કરવામાં આવ્યો છે." રિપોર્ટ અનુસાર એક અન્ય પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે આઇ.એસ.આઇ.એ જ સીઆઇએને તે મોબાઇલ નંબર ઉપલબ્ધ કરાવ્યો હતો, જેના થકી આખરે અલ-કાયદાને કુરિયર સુધી પહોચવામાં આવ્યું હતું.
સમાચાર પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે આઇ.એસ.આઇ.એ ત્યારે જણાવ્યું હતું કે તેમને જાણકારી નહોતી કે ફોન નંબર અબુ અહમદ અલ-કુવૈતીના નામના વ્યક્તિનો છે, જોકે સીઆઇએને તેની જાણકારી હતી. જોકે અમેરિકાની ગુપ્તચર એજન્સીએ આ જાણકારી પાકિસ્તાનને આપી નહોંતી. અધિકારીએ જણાવ્યું કે સીઆઇએ જાણતું હતું કે તે નંબર કોનો છે, જોકે તેના બાદ તેમનો અમારી સાથેનો સહયોગ સમાપ્ત થઇ ગયો હતો.
બીજા એક આઇ.એસ.આઇ.ના અધિકારીએ જણાવ્યું કે, " આ વિશ્વાસની ઉણપ અને છેતરપિંડીની વાત છે." જોકે શુક્રવારે બહાર આવેલા આઇ.એસ.આઇ.ના દાવાને અમેરિકા એક અધિકારીના દાવાને નકારી દીધું છે. ધ વોશિંગ્ટન પોસ્ટના તે અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે, " સાચી વાત તો તે છે કે તે ફોન નંબરની જાણકારી અમે આઇ.એસ.આઇ.ને આપી હતી.


આ પણ વાંચો :