પાક.યુદ્ધ કરવા સક્ષમ છે:અસ્ફાક પરવેઝ

ઈસ્લામાબાદ. | વેબ દુનિયા| Last Modified બુધવાર, 24 ડિસેમ્બર 2008 (22:59 IST)

મુંબઈમાં આતંકવાદી હુમલાના મામલે ભારત-વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધમાં આજે પાકિસ્તાને કહ્યુ હતુ કે તેની સેના પૂર્વ તરફથી થતા કોઈ પણ આક્રમણને નિષ્ફળ બનાવવા સક્ષમ છે. જેની નવી દિલ્હી અવગણના ન કરે.

બીજી બાજુ પોતાની સેનાનું પ્રદર્શન કરવા પાકિસ્તાની એરફોર્સે ત્રણ દિવસમાં બે વાર ત્રણ મુખ્ય શહેરો ઉપર ઉડાણો ભરી હતી. મીડિયાના અહેવાલ મુજબ ફાઈટર જેટ વિમાનોએ લાહોર, કરાચી, રાવલપિંડીમાં ઉડાણો ભરી હતી. ગઈકાલે સેનાના વડા કિયાનીએ કહ્યુ હતું કે સશસ્ત્રદળો મિનિટોમાં જ ભારતને જવાબ આપવા તૈયાર છે.
દેશની અંદર જો કોઈ સર્જીકલ હુમલા ભારત કરશે તો તેનો જવાબ આપવામાં આવશે. સોમવારે પણ પાકિસ્તાનની એરફોર્સે આવી જ કવાયત હાથ ધરી હતી. 26મી નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબધો વિસ્ફોટક બિંદુએ પહોચી ગયા છે.

ભારતે પાકિસ્તાનને અમેરિકાને મારફતે એક મહિનાનો સમય આપ્યો હતો. અને તે હવે સમાપ્ત થવાના આરે છે. પરંતુ પાકિસ્તાને કોઈ પગલું ભર્યુ નથી. પાકિસ્તાન પણ લડી લેવાના મૂડની જ વાતો કરી રહ્યુ છે.


આ પણ વાંચો :