1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (19:22 IST)

બુર્કિના ફાસોમાં શંકાસ્પદ કટ્ટરપંથીઓના હુમલામાં 47 લોકોના મોત, આઈએસ પર શંકા

ઉત્તરી બુર્કિના ફાસોમાં એક શંકાસ્પદ ઈસ્લામી ઉગ્રવાદીઓએ એક કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો જેમા 17 સૈનિકો અને સ્વયંસેવી રક્ષા લડાકૂઓ સાથે ઓછામાં ઓછા 30 નાગરિકોના મોત થઈ ગયા. સરકારે આ માહિતી ગુરૂવારે આપી.  બુર્કિના ફાસોના સહેલ ક્ષેત્રમાં થયેલ આ હુમલાની હાલ કોઈએ જવાબદારી લીધી નથી, પણ અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સમૂહ સાથે જોડાયેલ આતંકવાદી પશ્ચિમ આફ્રિકી દેશમાં સુરક્ષાબળો પર હુમલો કરતા રહ્યા છે. 
 
તાજેતરમાં ત્રણ ડઝનથી વધુ લોકોના હુમલામાં થયા મોત 
 
તાજેતરના એક હુમલામાં ઉત્તરીય વિસ્તારમાં 15 સૈનિકો અને ચાર સ્વયંસેવી લડાકૂઓ સહિત 30 લોકો માર્યા ગયા હતા. લગભગ એક અઠવાડિયા પહેલા, શંકાસ્પદ ઉગ્રવાદીઓએ પશ્ચિમ બુર્કિના ફાસોમાં સૈનિકોના જૂથ પર હુમલો કર્યો હતો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા.
 
સેના પર ભારે પડ્યા આતંકવાદી 
 
અર્થવ્યવસ્થા અને નીતિ પર કેન્દ્રિત મોરોક્કન સ્થિત સંગઠન પોલિસી સેન્ટર ફોર ધ ન્યૂ સાઉથની સીનિયર ફેલો રીડા લ્યામૂરીએ કહ્યુ કે આતંકવાદીઓએ સેનાની સુરક્ષા હોવા છતાં નાગરિકો પર હુમલો કરવાની પોતાની ક્ષમતા દર્શાવી છે. તેમણે કહ્યું કે આ દર્શાવે છે કે તેમની પાસે એ માહિતી છે કે સુરક્ષાદળો ક્યાં છે અને તેઓ કયા માર્ગો પરથી પસાર થશે