1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કાબુલ. , ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (15:39 IST)

કોણ છે અમરુલ્લાહ સાલેહ ? જે અંતિમ દમ સુધી તાલિબાન સામે લડશે

અફઘાનિસ્તાન પર ભલે તાલિબાનીઓએ કબજો કરી લીધો હોય અને રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી ચુક્યા હોય, પરંતુ  તાલિબાનીઓ માટે પણ બધુ જ સરળ નથી. અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો છે અને છેલ્લા શ્વાસ સુધી લડવાની જાહેરાત કરી છે. આ સાથે, તેમણે ખુદને અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ જાહેર કર્યા છે.
 
અફઘાનિસ્તાનના મોટાભાગના ભાગો પર તાલિબાનનો કબજો હોવા છતાં, હજુ પણ એક વિસ્તાર છે જે તાલિબાનની પહોંચની બહાર છે અને આ વિસ્તાર છે પંજશીર ઘાટી. અહીં અમરૂલ્લાહ સાલેહ તાલિબાન વિરુદ્ધ ઉભા રહીને તેને પડકારી રહ્યા છે. આ બધા વચ્ચે હજુ પણ અફઘાનિસ્તાનમાં લોકતંત્રની આશા કાયમ છે. 
 
સાલેહે ગુરિલ્લા કમાન્ડર મસૂદ સાથે 1990 ના દાયકામાં યુદ્ધ કર્યું હતું. 1990માં સોવિયેત સમર્થિત અફઘાન સેનામાં ભરતી થવાથી બચવા માટે સાલેહે વિપક્ષી મુજાહિદ્દીન દળમાં જોડાયા. સાલેહને ખુલ્લેઆમ પાકિસ્તાનનો વિરોધી માનવામાં આવે છે, જ્યારે તેઓ ભારતના શુભેચ્છક છે.