6 વરસી પર લાદેનનો નવો વિડિયો સંદેશ
દુબઇ (વાર્તા) ઇસ્લામિક વેબસાઇટે આજે કહ્યું હતું કે તે અમેરિકન શહેરો પર 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલાની છઠ્ઠી વરસી પર અલકાયદાના સરગના ઓસામા બિન લાદેનનો નવો વિડિયો સંદેશ રજૂ કરશે. વેબસાઇટમાં આ સંદેશ લાદેનની એક ફોટો પણ બતાવવામાં આવ્યો છે અને આ નવા વિડિયો સંદેશ લેવામાં આવ્યો છે. આમાં લાદેન પહેલાં કરતાં વધારે ઘરડો દેખાય છે. વેબસાઇટમાં એ જણાવ્યું નથી કે અલકાયદાની મીડિયા શાખા અલ સહાબ દ્રારા આ સંદેશને ક્યારે જાહેર કરવામાં આવશે.લાદેનના છેલ્લાં વીડિયો સંદેશ નવેમ્બર 2004ના અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આવ્યો હતો. ત્યારબાદ કેટલાંક ઓડિયો સંદેશ જાહેર કર્યો હતો. છેલ્લો ઓડિયો સંદેશ જુલાઇ 2006ના રોજ આવ્યો હતો.