Last Modified: વોશિગ્ટન , મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (15:49 IST)
CIAએ બંને દેશને મદદ કરી
મુંબઈ હુમલાની તપાસમાં CIAની ભૂમિકા
મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએએ ભારત અને પાકિસ્તાન બંને દેશોને મદદ કરી હતી.
વોશિગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા એક રીપોર્ટ મુજબ સીઆઈએ દ્વારા આ હુમલા સાથે સંકળાયેલા ખુબ જ સંવેદનશીલ પુરાવાઓને શોધવા ભારત અને પાકિસ્તાનને મદદ કરી હતી. તેમજ સીઆઈએએ આ તપાસમાં તટસ્થ ભૂમિકા ભજવી હતી.
આ રીપોર્ટનાં જણાવ્યા મુજબ ભારત અને પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓ સાથે સીઆઈએ દ્વારા પુરાવાઓનું આદાન પ્રદાન કરીને બંને દેશો વચ્ચેની ખટાશ ઓછી કરવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.