ભારતની આક્રમકતાને જોઈને ચીન બેકફુટ પર, પોતાના લોકોને અપાવી રહ્યુ છે વિશ્વાસ - આપણે યુદ્ધ કરી શકીએ છીએ
ચીન ગભરાઈ ગયું છે અને હવે તે પોતાના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તેની સેના યુદ્ધ લડી શકે છે. ભારત સાથે યુદ્ધમાં જવાનો ફાયદો તેમને મળશે તેવું પણ તે સમજાવી રહ્યું છે. સ્પષ્ટ છે કે સરહદ પર ભારતના આક્રમક વલણને કારણે ચીન બેકફુટ પર છે. ચીનના સ્ટેટ મીડિયા સાથે જોડાયેલા ગ્લોબલ ટાઇમ્સે એક અહેવાલમાં કહ્યું છે કે, “ભારત અંગે ચીનની નીતિ તાકત પર આધારીત છે અને જો સામાન્ય લોકો ભારતીય ઉશ્કેરણીથી ડરતા નથી, તો પીએલએ કેવી રીતે ડરશે? આવી સ્થિતિમાં દેશ નબળો કેવી રીતે બની શકે? દરેક વ્યક્તિએ સંમત થવું પડશે કે ચીન ભારત પર હાવી થઈ શકે છે અને આવી સ્થિતિમાં અમે ભારતને ચીનનો લાભ લેવા નહીં દઈશું. "
લોકોને આપી રહ્યો છે વિશ્વાસ, જમીન નહી ગુમાવે ચીન
ગ્લોબલ ટાઈમ્સના એડિટર-ઈન-ચીફ હૂ શિઝિને પોતાની રિપોર્ટમાં આગળ કહ્યુ, "ચીન-ભારત સીમાની સીમાવર્તી સ્થિતિ સાથે પરિચિત લોકોએ મને જણાવ્યુ કે પીપુલ્સ ટાઈમ્સના એડિટર-ઈન-ચીફ હુ શિજિને પોતાની રિપોર્ટમાં આગળ કહ્યુ, ચીન-ભારત સીમાને સીમાવર્તી સ્થિતિ સાથે પરિચિત લોકોએ મને જણાવ્યુ કે પીપુલ્સ લિબરેશન આર્મીની સંપૂર્ણ સ્થિતિ પર દ્રઢ નિયંત્રણ છે અને યુદ્દની સ્થિતિમાં તેનાથી કોઈ ફરક નથી પડતો કે આ કેવી રીતે લડવામાં આવે છે. પીએલએ પાસે ભારતીય સેનાને હરાવવાની પૂરી ક્ષમતા છે. એટલુ જ નહી ભારત-ચીન સીમા પર ચીન પોતાની એક ઈંચ જમીન પણ નહી ગુમાવશે. તેને લઈને અમે ચીની લોકોને આશ્વવાસન આપી રહ્યા છે.
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ, "ભારતીય પક્ષ હંમેશા એવુ સમજે છે ચીન ભારતની સાથે યુદ્ધ કરવાની હિમંત નહી કરે. કદાચ તેની પાછળ કારણ એ છે કે ચીને છેલ્લા 30થી વધુ વર્ષોથી યુદ્ધ નહી લડે અને તે શાંતિપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. કેટલીક બહારની તાકતો સવાલ ઉઠાવે છે કે જો જરૂર પડશે તો શુ અમે લડીશુ કે સમજૂતી કરીશુ.
ચીન ભૂલી રહ્યુ છે આ 1962 નહી 2020 છે!
ચીન વર્તમાન પરિસ્થિતિની તુલના 1962 ના યુદ્ધ સાથે કરી રહ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "1962 ના યુદ્ધ પૂર્વે ભારત ચીનના ક્ષેત્રમાં ઘુસણખોરી કરતા અને પીએલએને પડકાર આપતા ડરતુ નહોતુ. તેથી ભારતને તેના માટે ભારે કિંમત ચૂકવવી પડી." વર્તમાન પરિસ્થિતિ 1962 ના યુદ્ધની ખૂબ નજીક છે. સરહદની સ્થિતિ ખૂબ જ તંગ છે અને બંને પક્ષો વચ્ચે સીધી ગોળીબાર થવાની ગંભીર સંભાવના છે. "
120 વર્ષ પહેલા ચીનની અંદર જઈને વિદ્રોહીઓ સાથે લડી ચુક્યા છે ભારતના સૈનિક
તેમને આગળ લખ્યુ, 'મારા ચીની સેનાની સાથે ધનિષ્ઠ સંપર્ક છે અને હુ એક પૂર્વ સૈનિક પણ છુ. મને ભારતીય પક્ષને ચેતાવણી આપવી જોઈએ કે પીએલએ પહેલા ગોળી નથી ચલાવતી. પણ જો ભારતીય સેના પીએલએ પર પહેલી ગોળી ચલાવે છે, તો તેનુ પરિણામ ઘટના સ્થળ પર ભારતીય સેનાનો સફાયો થશે. જો ભારતીય સૈનિકોએ સંઘર્ષ વધારવાની હિમંત કરી તો વધુ ભારતીય સૈનિકોનો જીવ જોખમમાં મુકાશે. ભારતીય સેનાએ તાજેતરમાં જ શારીરિક સંઘર્ષમાં પોતાના 20 સૈનિકોને ગુમાવી બેસ્યુ છે. તેમની પાસે પીએલએનો મુકાબલો કરવાનો કોઈ મેચ નથી.
તેમણે આગળ લખ્યુ, ઘના ચીની એવુ વિચારીને પછતાય રહ્યા છે કે કદાચ શાંતિપૂર્ણ વિકાસ કરવો મહાન શક્તિ ચીનના નસીબમાં નથી અને કદાચ એ માટે ચીને પોતાની મજબૂત ઈચ્છાશક્તિને દ્રઢ સંકલ્પને પ્રદર્શિત કરવા માટે યુદ્ધ લડવુ પડી રહ્યુ છે. રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યુ કે દિલ્હીએ ચીનને મજબૂર કરવાને બદલે પોતાના કાર્યો માટે જવાબદાર હોવુ જોઈએ કે તે બળજબરીપૂર્વક ઉપસાવનારા ભારતીય સૈનિકો પર પોતાની મજબૂત ઈચ્છાશક્તિનુ પ્રદર્શન કરે.