અમેરિકામાં પ્લાસ્ટિકની બૅગમાં મળી નવજાત બાળકી તો નામ આપ્યું ‘બેબી ઇન્ડિયા’

baby india
Last Modified શુક્રવાર, 28 જૂન 2019 (17:09 IST)

ભારતમાં તો ઘણી વખત એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં ઘરમાં દીકરી જન્મે તો તેને તજી દેવામાં આવે છે અને તેને જન્મ બાદ તરછોડી દેવાય છે.
 

આવો જ એક કિસ્સો હવે અમેરિકામાં પણ સામે આવ્યો છે.

અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસને પ્લાસ્ટિકની બૅગમાં એક નવજાત બાળકી મળી, જેનાં પરિવારજનોને શોધવા માટે પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે.

પોલીસે આ બાળકીને ‘બેબી ઇન્ડિયા’ નામ આપ્યું છે. કેટલાક લોકોએ કોઈ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો, જેના કારણે બૅગમાં બાળકી હોવાનું બહાર આવ્યું હતું.આ પણ વાંચો :