શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (10:14 IST)

અમેરિકામાં રાહુલ - કોંગ્રેસમાં છે લોકતંત્ર, પાર્ટી કહે તો પીએમ ઉમેદવારની જવાબદારી લેવા તૈયાર

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકાના બર્કલે સ્થિત યૂનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયામાં ભાષણ આપ્યુ. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ ભારતના ઈતિહાસ, વિવિધતા, ગરીબી, વૈશ્વિક હિંસા અને રાજનીતિ પર વાત કરી. તેમણે કહ્યુ કે જે લોકો વિચારી રહ્યા હતા કે ભારત આગળ વધુ શકે છે તે  બધા ખોટા સાબિત થયા. રાહુલ ગાંધીએ પહેલીવાર એ પણ કહ્યુ કે પીએમ ઉમેદવારની જવાબદારી લેવા તૈયાર છુ. પણ અમારી પાર્ટીમાં લોકંતંત્ર છે જો પાર્ટી કહેશે તો હુ જવાબદારી લઈશ. 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે મારા નાનાજીએ પણ અહી ભાષણ આપ્યુ હતુ.  તમે મને પણ બોલાવ્યો એ માટે તમારો આભાર.  ભારત પાસે આજે અનેક રાજ્ય છે, અનેક પ્રાકૃતિક સાધનો છે. જે લોકો વિચારી રહ્યા હતા કે ભારત આગળ નથી વધી શકતુ એ બધા ખોટા સાબિત થયા. 
 
વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, દેશમાં સાંપ્રદાયિકતા અને ધ્રુવીકરણ કરનારી તાકાત માથું ઉઠાવી રહી છે. અર્થવ્યવસ્થા વિશે રાહુલે કહ્યું હતું કે, નોટબંધી અને ઉતાવળમાં જીએસટી લાગુ કરવામાં દેશની આર્થિક સ્થિતિ ઘણી ખોરવાઈ ગઈ છે. વંશવાદ સાથે જોડાયેલા એક સવાલમાં રાહુલે કહ્યું હતું કે, આખો દેશ એ રીતે જ તો ચાલે છે. તેમાં તેમણે અખિલેશ યાદવથી લઈને સ્ટાલિન અને અભિષેક બચ્ચનનું નામ પણ ગણાવ્યું હતું.
 
રાહુલે કહ્યું કે, દેશે 70 વર્ષમાં જેટલો વિકાસ કર્યો છે તેની ઝડપ ભારતમાં થઈ રહેલા ધ્રુવીકરણ, નફરત અને રાજકારણથી મંદ પડી શકે છે. રાહુલે કહ્યું કે, સ્વતંત્ર વિચાર ધરાવતા જર્નાલિસ્ટની હત્યા કરવામાં આવી રહી છે, દલીતોને માર મારવામાં આવી રહ્યો છે. મુસ્લિમો અને અલ્પ સંખ્યકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અહિંસાનો વિચાર અત્યારે જોખમી છે. નફરત, ગુસ્સો અને હિંસા આપણને બર્બાદ કરી શકે છે.