Dubai Breaking News: ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ, 3800 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કર્યા
dubai fire
Dubai Breaking News: મરીનામાં આજે મોટી દુર્ઘટના ટળી ગઈ. જાણીતા ટાઈગર ટાવર (મરીના પિનેકલ) માં અચાનક ભીષણ આગ લાગી ગઈ. આગની લપેટ એટલી તેજેથી ફેલાઈ કે ટાવરમાં સૂઈ રહેલા લગભગ 4000 લોકોને તરત જ બહાર કાઢવામાં આવ્યા.
શુ છે મામલો ?
દુબઈ મરીના વિસ્તારના ટાઈગર ટાવરમાં મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક હતીકે અનેક માળને ચપેટમાં લઈ લીધા. અગ્નિશમન વિભાગ અને રેસ્ક્યુ ટીમે તરત જ મોરચો સાચવ્યો અને ઓપરેશન ચલાવ્યુ.
This morning, a massive fire started in a Dubais residential building.
— Ada Lluch (@ada_lluch) June 14, 2025
Yet, the 3,820 residents were rescued without injuries.
I promise you, I have never seen a more efficient country than the UAE.
pic.twitter.com/h31btyAB50
અત્યાર સુધીનુ અપડેટ
- 3800 થી વધુ લોકો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
- કોઈ જાનહાનિના અહેવાલ નથી.
- કુલિંગ ઓપરેશન હજુ ચાલુ છે.
- આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
- અધિકારીઓએ જણાવ્યું - પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
- દુબઈ વહીવટીતંત્રની તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળી
- સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે મોટી જાનહાનિ ટળી. સ્થળ પર હાજર અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.
- છેલ્લા 2 વર્ષમાં દુબઈમાં આવી ત્રીજી ઘટના
- નોંધનીય છે કે છેલ્લા 2 વર્ષમાં દુબઈમાં ગગનચુંબી ઇમારતોમાં આગ લાગવાની આ ત્રીજી મોટી ઘટના છે.
