શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: પેરિસ. , મંગળવાર, 3 નવેમ્બર 2020 (20:16 IST)

ફ્રાન્સે અલ કાયદા પર મિસાઈલ હુમલો કર્યો, 50 આતંકવાદીઓ ઠાર

ફ્રાંસની વાયુસેનાએ આફ્રિકી દેશ માલીમાં સક્રિય અલકાયદાના આતંકવાદીઓ પર જોરદાર હવાઈ હુમલો બોલ્યો છે. ફ્રાંસીસી વાયુસેનાના મિરાજ ફાઈટર જેટ અને ડ્રોન વિમાનોએ મધ્ય માલીમાં મિસાઈલો છોડી જેમા ઓછામાં ઓછા 50 ઈસ્લામિક આતંકવાદીઓના મોત થયા. એવુ બતાવાય રહ્યુ છે કે ફ્રાંસે આ હુમલો બુર્કીન ફાસો અને નાઈઝરની સીમા પાસે શુક્રવારે કરવામાં આવ્યો. 
 
ફ્રાંસની રક્ષા મંત્રી ફ્લોરેં%સ પાર્લેએ માલીની સંક્રમણકાલીન સરકાર સાથે મુલાકાત પછી કહ્યુ કે 30 ઓક્ટોબરે માલીમાં ફ્રેંચ એયરફોર્સએ એક આક્રમક કાર્યવાહી કરઈ જએમા 50 જેહાદીઓ માર્યા ગયા. આ દરમિયાન મોટી સંખ્યામાં હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા. આ વિસ્તારમાં માલીની સરકાર ઈસ્લામિક આતંકવાદીઓનો સામનો કરી રહી છે. ફ્રાંસીસી રક્ષામંત્રીએ કહ્યુ કે 30 મોટરસાઈકલો પણ હવાઈ હુમલામાં નષ્ટ થઈ ગઈ છે. 
 
વિમાનોએ આતંકવાદીઓ પર મિસાઈલો છોડી 
 
તેમણે જણાવ્યુ કે આ હુમલો એ સમયે કરવામાં આવ્યો જયારે ડ્રોન દ્વારા જાણ થઈ કે મોટી સંખ્યામાં મોટરસાઈકલ પર સવાર થઈને આ લોકો ત્રણ દેશોની સીમા પર હાજર છે.  આ જેહાદી વૃક્ષની નીચે સંતાઈ ગયા અને ડ્રોનની નજરથી બચવાનો પ્રયાસ કરવા લાગ્યા.  ત્યારબાદ ફ્રાંસીસી વાયુસેનાએ પોતાના બે મિરાજ ફાઈટર જેટ અને ડ્રોન વિમાન ત્યા મોકલ્યા. આ વિમાનોએ આતંકવાદીઓ પર મિસાઈલો છોડી જેનાથી તેમનો સફાયો થઈ ગયો. 
 
સેનાએ પ્રવક્તા કર્નલ ફ્રેડરિક બાર્બીએ કહ્યુ કે 4 આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે. તેમની પાસેથી વિસ્ફોટક અને સૂસાઈડ જેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. તેમને કહ્યુ કે આ જેહાદીઓનો  સમૂહ સેનાના એક અડ્ડ પર હુમલાની તૈયારીમાં હતુ. બાર્બીએ કહ્યુ કે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે ગ્રેટર સહારા વિસ્તારમાં એક મુઠભેડ ચાલી રહી છે. તેમા લગભગ 3 હજાર સૈનિકનો સમાવેશ છે. 

પશ્ચિમ આફ્રિકાના માલી, નાઈજર વગેરે દેશોમાં આતંકી સંગઠન IS અને અલ-કાયદાના દરિંદાઓ આશરો લઈ રહ્યા હોવાનું જાણીતું છે. અહીં મોટા પ્રમાણમાં ટ્રેનિંગ કેમ્પ પણ ચાલે છે. ફ્રાન્સે સેટેલાઈટ અને ભૂમિગત જાસૂસીની મદદથી બુર્કિના ફાસો અને નાઈજરની માલી સાથે જોડતી સરહદ પર આતંકીઓના એક મોટા જૂથને 30 જેટલી મોટરસાઈકલ પર પસાર થતું જોયું હતું. ખાતરી કર્યા બાદ ફ્રાન્સે 2 મિરાજ વિમાન અને ડ્રોન વડે હુમલો કરીને તેમનો ખાતમો કરી દીધો છે.
 
ફ્રાન્સમાં  સાંપ્રદાયિક તણાવ 
 
પયગંબરનું ચિત્ર દોરવાના મુદ્દે એક શિક્ષકનું ગળું કાપીને હત્યા કરી દેવાના મુદ્દે ફ્રાન્સે બહુ કડક વલણ દાખવ્યું હતું. એ પછી ધર્માંધોએ ફ્રાન્સમાં વિભિન્ન સ્થળે આતંકી હુમલાઓ શરૂ કરી દીધા હતા. મંગળવારે વિયેનામાં પણ એવો જ આતંકી હુમલો થયો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ઈસ્લામિક કટ્ટરવાદ સામે કડક હાથે કામ લેવાની જાહેરાત કર્યા પછી ઈસ્લામિક દેશોએ ફ્રાન્સ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે મેક્રોને એ પછી પણ સખત રીતે જવાબ આપવાનું વલણ દોહરાવ્યું હતું.