શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન , મંગળવાર, 3 નવેમ્બર 2020 (13:18 IST)

Donald Trump Vs Joe Biden : અમેરિકામાં આજે ચૂંટણી, જાણો કેવી રીતે યુએસના રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવે છે

વિશ્વના સૌથી પ્રાચીન લોકશાહી દેશ અમેરિકામાં આજે લોકો તેમના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી(US Election 2020)યોજવા જઈ રહ્યા છે. . યુ.એસ. માં ભારતીય સમય મુજબ બપોરના 4.30 વાગ્યે મતદાન શરૂ થશે. લોકોને મત આપવાની ઉત્તેજના એવી  છે કે અત્યાર સુધીમાં 55 ટકા એટલે કે  9 કરોડ મતદારો મતદાન કરી ચુક્યા છે. રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે સખત લડતની સંભાવના છે.
 
યુ.એસ. ની ચૂંટણી () ની સૌથી અગત્યની બાબત એ છે કે તેમાં ઉમેદવારો વધુ મત મેળવ્યા પછી પણ ચૂંટણી હારે છે. ચાલો આપણે જાણીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થાય છે…
 
અમેરિકામાં કઈ બે પાર્ટીઓ વચ્ચે ટક્કર ?
યુ.એસ. માં દર 4 વર્ષે નવેમ્બરના પહેલા સોમવાર પછી પ્રથમ મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે. અમેરિકામાં દ્વિ-પક્ષ સિસ્ટમ છે અને રાષ્ટ્રપતિ આ બે  પક્ષોમાંથી એકના બને છે. રિપબ્લિકન કન્ઝર્વેટિવ પાર્ટી છે અને આ વર્ષે તેનો ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) છે. તેને ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી પણ કહેવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, તેણે ઓછો કર, શસ્ત્રોના અધિકાર અને ઇમિગ્રેશન પર પ્રતિબંધોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ અગાઉ જ્યોર્જ બુશ, રોનલ્ડ રેગન અને રિચર્ડ નિક્સન રિપબ્લિકન રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. બીજી બાજુ  ડેમોક્રેટ લિબરલ પાર્ટી છે અને તેના ઉમેદવાર જો બાઈડેન (Joe Biden)છે. જે ડેમોક્રેટ્સ નાગરિક અધિકાર, ઇમિગ્રેશન અને જળવાયુ પરિવર્તનના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડેમોક્રેટ્સ માને છે કે સરકારની ભૂમિકા લોકોને વીમો આપવા જેવા કામ સાથે જોડાયેલી છે. જોન એફ. કેનેડી અને બરાક ઓબામા ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ હતા. જો બાઈડેબ ચીન અને તાઇવાન નીતિ પર વિશ્વની નજર છે.
 
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ લડી શકે?
 
અમેરિકન બંધારણ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્વભાવિક રીતે જન્મેલ કોઈપણ નાગરિક, જેની ઉંમર 35 વર્ષ થઈ ચુકી છે અને જે વ્યક્તિ 14 વર્ષથી યુનાઇટેડ સ્ટેટ્સનો નાગરિક છે, તે લડી શકે છે. ફેડરલ ઇલેક્શન કમિશનના જણાવ્યા અનુસાર, આ વર્ષે 1000 થી વધુ લોકોએ યુ.એસ.માં ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ બેલેટ પર ફક્ત બે જ નામો હશે. આ છે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન. 
 
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે યોજાય છે?
અમેરિકામાં, જે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તે જીતી જાય એવુ નક્કી નથી. આપને જેનુ ઉદાહરણ વર્ષ 2016 માં જોયું. તે દરમિયાન હિલેરી ક્લિન્ટન વધુ મતો મેળવ્યા પછી પણ ચૂંટણી હારી ગઈ હતી. ખરેખર, ઉમેદવારો ઇલેક્ટોરલ કોલેજના મતને જીતવાનો પ્રયાસ કરે છે. દરેક રાજ્યને તેની વસ્તીના આધારે ઈલેક્ટોરલ કોલેજ મત મળે છે. તેમની કુલ સંખ્યા 538 છે અને વિજેતા ઉમેદવારને 270 કે તેથી વધુ મત પ્રાપ્ત કરવાના હોય છે. એટલે કે, જ્યારે તે  મત આપે છે, ત્યારે તેઓ દેશના રાષ્ટ્રપતિને નહીં, પરંતુ તેમના રાજ્યના પ્રતિનિધિની પસંદગી કરી રહ્યા હોય છે. આ વર્ષે, Houseની 435 બેઠકો અને Senateની 33 બેઠકો પરથી ઉમેદવારો ચૂંટણી લડશે.
 
અમેરિકામાં કોણ મત આપી શકે?
18 વર્ષથી ઉપરના યુ.એસ. નાગરિકો રાષ્ટ્રપતિ પદ માટે મત આપી શકે છે. ઘણા રાજ્યોએ એવો નિયમ બનાવ્યો છે કે મતદારોએ તેમની ઓળખ બતાવવી પડશે. રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે વોટિંગ ફ્રોડથી બચવા માટે આવું કરવું જરૂરી છે. જ્યારે કે ડેમોક્રેટ્સ મને છે કે આનાથી એવા લોકો મતદાન કરવાથી વંચિત રહી જાય છે જેમની પાસે કોઈ ઓળખકાર્ડ નથી. યુએસનાં મોટાભાગનાં રાજ્યોમાં, કેદીઓને મત આપવાનો અધિકાર નથી.
 
અમેરિકામાં કેવી રીતે થાય છે વોટિંગ ?
જોકે દેશના મોટાભાગનુ વોટિંગ મતદાન મથક પર થાય છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે બદલાવ જોવા મળી શકે છે.2016 ની ચૂંટણીમાં જ, 21% મતદારોએ પોસ્ટથી મતદાન કર્યું હતું. આ સમયે પણ આવુ જોવા મળી શકે છે. . મોટાભાગના નેતાઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરવા માટે કહી રહ્યા હૌય છે, પરંતુ પ્રમુખ ટ્રમ્પ કહે છે કે આ રીતે  છેતરપિંડી થવાની સંભાવના વધારે છે. અમેરિકામાં અત્યાર સુધી 55 ટકા અથવા 9 કરોડ મતદારોએ પહેલાથી જ મતદાન કરી ચુક્યા છે. 
 
 
યુએસ રાષ્ટ્રપતિ ક્યારે શપથ લે છે?
સામાન્ય રીતે દરેક મતની ગણતરી કરવામાં ઘણા દિવસો લાગે છે, પરંતુ કોણ જીતશે, તેનો અંદાજ ચૂંટણીના બીજા દિવસે જ ખબર પડી જાય છે. આ વર્ષે, આ સમય વધી શકે છે કારણ કે કોરોના વાયરસને કારણે પોસ્ટલ બેલેટની સંખ્યા ગણવામાં વધુ સમય લાગશે.. નવા રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરીએ ચાર વર્ષની મુદત માટે શપથ લેશે।  આ સમારંભને  Inauguration કહે છે જે વોશિંગટન ડીસીની Capitol ઈમારતમાં થાય છે.