કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશ, 5 અમેરિકી નાગરિકો સહિત 7 લોકોના મોત; તપાસ ચાલુ
Helicopter crashes in Kenya
બુધવારે સવારે ઉત્તર કેન્યાના એક દૂરના વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. પાંચ અમેરિકન નાગરિકો સહિત સાત લોકોના મોત થયા. ઘટના વિશે વધુ માહિતી આપતા, કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર સવારે 9:13 વાગ્યે લોઈસાબા કન્ઝર્વેશન એરિયાથી સંબુરુ કાઉન્ટીના ઇવાસો નાયરો વિસ્તાર તરફ ઉડાન ભરી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત લોકો સવાર હતા. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
❌ Seven killed in safari helicopter crash in northern kenya
— Global Brief (@globalbrief_now) August 19, 2026
Seven people were killed when a safari company helicopter crashed in a remote area of northern Kenya today. It's not clear what caused the crash. pic.twitter.com/Yn0JsmIuSo
હેલિકોપ્ટરમાં પાંચ અમેરિકન નાગરિકો સવાર હતા
સંબુરુ પોલીસ કમાન્ડર ડેવિડ ન્કોરોઈએ બુધવારે મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ સાત લોકોના અકસ્માતમાં મોત થયા છે. વોશિંગ્ટનમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે મૃતકોમાંથી પાંચ અમેરિકન નાગરિક હતા.
