શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 19 એપ્રિલ 2019 (12:51 IST)

ભારતનો પાકિસ્તાનને ઝટકો, LoC પર વેપાર કર્યો બંધ

. પુલવામાં આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન પાસેથી સર્વાધિક વરીયતા પ્રાપ્ત રાષ્ટ્રનો દરજ્જો પરત લેવામાં આવ્યા પછી આજે સરકારે એક વધુ મોટુ પગલુ ઉઠાવતા જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા દ્વારા પાકિસાનના કબજાવાળા કાશ્મીર સાથે વેપાર પર શુક્રવારે રોક લગાવી દીધી. 
 
મંત્રાલયે વેપાર અટકાવવા પાછળનું કારણ ગેરકાયદે હથિયારો, નશીલા પદાર્થ અને નકલી નાણાની તસ્કરી થતી હોવાનું જણાવ્યું છે. આ પગલાની અસર લગભગ 300 વેપારીઓ અને 1200થી પણ વધુ લોકોને થશે જેઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વેપાર સાથે જોડાયેલા છે.
 
આ મુદ્દે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "પાકિસ્તાન સ્થિત કેટલાક તત્વો દ્વારા LoC વેપાર માર્ગનો ઉપયોગ ગેરકાયદે હથિયારો, નશીલા પદાર્થો અને નકલી ચલણની તસ્કરી કરતા હોવાના રિપોર્ટ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે."
 
તેમણે એવું પણ કહ્યું કે ખૂબ જ મોટા પ્રમાણમાં આ માર્ગનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવતો હતો.