રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (14:35 IST)

ઈંડોનેશિયામાં ભૂકંપ અને સુનામીથી લગભગ 400 લોકોના મોત

ઈંડોનેશિયાની વિપદા એજંસીએ શનિવારે કહ્યુ કે એક ઈંડિનેશિયાઈ શહેરમાં ભૂકંપ અને સુનામીને કારણે ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા છે. એજંસીએ ભૂકંપ સુનામીની આ ઘટના પછી પહેલીવાર મૃતકોના સત્તાવાર આંકડા બતાવ્યા છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ સુલાવેસી દ્વીપના પાલૂમાં 356 લોકો ઘાયલ પણ થયા છે. બીજી બાજુ પાંચ પાચ ફુટ ઊંચી લહેરો ઉઠી અને 350,000 વસ્તીવાળા આ શહેરને પોતાની 
 
ચપેટમાં લીધી. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણે જણાવ્યુ કે ભૂકંપની તીવ્રતા 7.5 હતી અને તેનુ કેન્દ્ર મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા ગામના પૂર્વોત્તરમાં દસ કિલોમીટરના ઊંડાણમાં હતુ. 
 
જેને કારણે શરૂઆતમાં સુનામીની ચેતાવણી પણ થોડા સમય માટે રજુ કરાઈ. સ્થાનિક વિપદા એજંસીના અધિકારી અકરિસે કહ્યુ કે અનેક ઘર પડી ગયા. તેમણે કહ્યુ કે આ ત્યારે થયુ જ્યારે અમે આ પહેલા આવેલ ભૂકંપથી પ્રભાવિત નવ ગામમાંથી ડેટા એકત્ર કરવામાં મુશ્કેલી આવી રહી હતી. 
 
ટેલિવિઝન ફુટેજમાં લોકોને પરેશાન થઈને આમ તેમ ભાગતા જોઈ શકાય છે. રાષ્ટ્રીય વિપદા મોચન એજંસી દ્વારા રજુ કરાયેલ એક વીડિયોમાં મહિલા અને બાળકો જોરજોરથી રડતા કકડતા દેખાય રહ્યા છે.