મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 19 જૂન 2018 (12:52 IST)

માતા ના મૃતદેહ સાથે દફનાવાયો 40 વર્ષીય પુત્ર, તાબૂત નીચે દબાય જવાથી મોત

ઈંડોનેશિયામાં એક વ્યક્તિ પોતાની માતાના મોત પછી તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો અને આ સમય દરમિયાન મૃતદેહનુ તાબૂત એ વ્યક્તિ પર પડ્યુ. ડેલી મેલની રિપોર્ટ મુજબ આ ઘટના ઉત્તરી ટોરજા જીલ્લાના પૈરાસિંડિગ ઘાટીમાં થઈ. મરનારા વ્યક્તિનુ નામ સામેન કોંડોરૂરા છે. 
 
પોલીસ ચીફ કમિશ્નર જૂલિયાંટો સિરેટે જણાવ્યુ કે 40 વર્ષીય સામેન પોતાની માતા બેર્ટાનો અંતિમ સંસ્કાર કરવાની તૈયારીમાં લાગ્યો હતો. આ માટે તાબૂત એક ઊંચા ટાવર પર લઈ જવામાં આવી રહ્યુ હતુ. પણ એ સમયે તે સીઢી સરકી ગઈ જેના પર ચઢીને લોકો ટાવર સુધી જઈ રહ્યા હતા. 
 
સીઢી સરકી જવાથી તાબૂત સહિત બધા લોકો નીચે ગબડી પડ્યા. પડ્યા પછી જેવા જ લોકો તાબૂત હટાવવા પહોંચ્યોઆ તો જાણ થઈ કે તાબૂત નીચે અન્ય કોઈ નહી પણ મૃતક મહિલાનો પુત્ર સામેન હતો.  ત્યારબાદ સામેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવો જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સામેનના મોત પછી તેને પણ તેની માતા સાથે જ દફનાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે અહી કોઈના મોત પર તેના અંતિમ સંસ્કારને ધૂમધામથી ઉજવાય છે અને આ કાર્યક્રમ ચાર દિવસ સુધી ચાલે છે.