1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
  4. Israel Iran War News

Israel Iran War News - ઇઝરાયલે ઇરાનના મિત્ર દેશ યમન પર હુમલો કર્યો, હુથીના ટોચના કમાન્ડરનું મોત

israel hezbollah war
ઈરાન અને ઇઝરાયલમાં અરાજકતા છે. સર્વત્ર વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા 48 કલાકથી બંને દેશો એકબીજા પર મિસાઇલ, ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરી રહ્યા છે. ઇઝરાયલે ઇરાનના સંરક્ષણ મંત્રાલયને અને ઇરાને ઇઝરાયલના સંરક્ષણ મથકોને નિશાન બનાવ્યા. ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકો પર પણ મિસાઇલો છોડ્યા. હવે બંને દેશો મિસાઇલો અને ડ્રોનથી રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યા છે.
 
હુમલાને કારણે બંને દેશોમાં લોકો માર્યા ગયા
ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન અને બુશેહર શહેરમાં તેલ ડેપો અને ગેસ રિફાઇનરીઓ સહિત 150 થી વધુ સ્થળોએ હુમલો કર્યો. 2 દિવસના સંઘર્ષમાં 138 ઇરાની રહેવાસીઓ માર્યા ગયા છે. 9 પરમાણુ વૈજ્ઞાનિકો અને ઇરાનના 20 થી વધુ સૈન્ય કમાન્ડર મૃત્યુ પામ્યા છે. 350 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇરાને 7 રાજ્યોમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી છે. ઇરાનના હુમલામાં 5 ઇઝરાયલીઓ મૃત્યુ પામ્યા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. ઈરાને ઈઝરાયલી 3 F-35 ફાઈટર જેટ તોડી પાડવાનો પણ દાવો કર્યો છે.
આગળનો લેખ
Video: કેદારનાથ ધામમાં વધુ એક હેલિકોપ્ટર થયું ક્રેશ, એક બાળક સહીત પાંચનાં મોત