સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 6 જૂન 2016 (10:36 IST)

મારા માટે ભારતે તાલિબાનને આપી હતી મોટી ઓફર - અઝહર

પઠાનકોટ હુમલાના માસ્ટરમાઈંડ અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અઝહરે દાવો કર્યો છે કે ભારતે તેને પકડવા માટે તાલિબાનને પૈસાની ઓફર કરી હતી. અઝહરના મુજબ આ ઓફર 1999માં ઈંડિયન એયરલાઈંસની હાઈજૈક ફ્લાઈટ આઈસી-814ના બદલે તેને છોડી મુકવાના તરત પછી કરવામાં આવી  હતી.  અઝહરે કહ્યુ છે કે આ ઓફર તત્કાલીન ભારતીય વિદેશ મંત્રી જસવંત સિંહે તાલિબાની નેતા મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂરને કરી  હતી. મુલ્લા મંસૂરનું તાજેતરમાં જ અમેરિકી ડ્રોન હુમલામાં મોત થયુ છે. વિમાન અપહરણ વખતે મનસુર તાલીબાનના ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનનો નાગરીક ઉડ્ડયન મંત્રી હતો. 
 
 અઝહરે આ દાવો મનસુરના મોતની માહિતી આપતા પોતાના ઉપનામ સૈદી થકી ઓનલાઇન પોસ્ટમાં કર્યો છે. આ પોસ્ટ સાપ્તાહિક અલકલામના ૩જી જુનમાં પ્રકાશિત થયો છે. અલકલમ જૈશનું માઉથ પીસ છે. 
 
 કંદહાર અપહરણકાંડમાં યાત્રિકો તથા ક્રુના બદલામાં ડિસેમ્બર 31, 1999ના રોજ અઝહરને મુસ્તાક અહેમદ અને અહમદ ઉંમર શેખ સાથે છોડવામાં આવ્યો હતો. મનસુરે અઝહરને કંદહાર એરપોર્ટ પર રિસીવ કર્યો હતો અને તે પોતાની સફેદ લેન્ડ ક્રુઝરમાં બેસાડીને લઇ ગયો હતો.
 
   ઘટના સમયે વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઇરાનની ડેસ્કના વડા રહી ચુકેલા તત્કાલિન રાજદ્વારી વિવેક કાત્જુ કહે છે કે આ આરોપમાં વજુદ નથી. હું તે વખતે જશવંત સિંહ સાથે જ હતો. કાત્જુ મુસાફરોના બદલામાં ત્રાસવાદીઓને છોડવાના મામલામાં મધ્યસ્થી પૈકીના એક હતા. મનસુરની જશવંત સિંહ સાથે કોઇ મુલાકાત થઇ ન હતી