શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ન્યૂયોર્ક. , સોમવાર, 19 ડિસેમ્બર 2016 (11:02 IST)

Newtonનુ પુસ્તક 25 કરોડમાં નીલામ, 300 વર્ષ પછી રચ્યો ઈતિહાસ

મહાન વૈજ્ઞાનિક સર આઈજક ન્યૂટનનું એક પુસ્તક રેકોર્ડ 37 લાખ ડૉલર (લગભગ 25 કરોડ રૂપિયા)માં નીલામ થયુ. આ કોઈ નીલામીમાં વેચાયેલ અત્યાર સુધીનું સૌથી મોંધુ પુસ્તક બની ગયુ છે. 
 
વર્ષ 1687માં "પ્રિંસિપિયા મૈથેમેટિકા" નામથી ન્યૂટનનુ પુસ્તક પ્રકાશિત થયુ હતુ. ભૌતિકવિધ અલ્બર્ટ આઈંસ્ટીને આ પુસ્તકને સૌથી મોટી બૌદ્ધિક છલાંગ સાબિત કરી હતી. 
 
આ પુસ્તકનુ વેચાનનુ કામ જોનારી નીલામી ઘર ક્રિસ્ટીને અનુમાન હતુ કે બકરીના ચામડીના કવરવાળુ આ પુસ્તક 10 15 લાખ ડોલરમં વેચાશે. બોલી લગાવનારી અનામ વ્યક્તિએ લગભગ  37,19,500 ડોલરમાં આ પુસ્તક ખરીદ્યુ. ક્રિસ્ટીજ મુજબ લાલ રંગના આ પુસ્તકની લંબાઈ નવ ઈંચ અને પહોળાઈ સાત ઈંચ છે. તેમા 252 પાના છે. અનેક પાના પર લાકડીનુ ચિત્ર પણ છે. 
 
 
માહિતી મુજબ પ્રિસિપિયા મૈથેમેટિકામાં ન્યૂટ્નના ગતિના ત્રણ નિયમોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમા બતાવવામાં આવ્યુ છે કે કેવા પ્રકારની વસ્તુઓ બહારી બળોના પ્રભાવમાં ગતિ કરે છે. ભૌતિક વિજ્ઞાનના વિજ્ઞાર્થી આજે પણ આ નિયમોનો  ઉપયોગ કરે છે.