મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 13 જુલાઈ 2020 (10:40 IST)

Corona Vaccine Human Trial: આ દેશમાં મનુષ્યો પર સફળ રહ્યુ કોરોના વૈક્સીનની ટ્રાયલ, બની શકે છે વેક્સીન બનાવનારો પ્રથમ દેશ

દુનિયાભરમાં કોરોનાવાયરસથી  હોબાળો મચી ગયો છે. અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં એક કરોડ 25 લાખથી વધુ લોકોને કોરોનાથી સંક્રમિત થયા છે. દરેક દેશ કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યું છે અને લગભગ દરેક મોટો દેશ આ માટે તેની સંપૂર્ણ તાકાત સાથે રસી બનાવવા લાગ્યો છે. આ દરમિયાન કોરોના વેક્સીનને લઈને રશિયામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી બનાવી લીધી છે અને આ વેક્સીનની માનવ ટ્રાયલ પણ સંપૂર્ણ રીતે સફળ રહી છે. જો  રૂસે કોરોના વાયરસ વેક્સીનની માનવ ટ્રાયલ સફળતા મેળવી તો તે કોરોના વેક્સીન બનાવવામાં સફળ થનાર પ્રથમ દેશ બની શકે છે.
 
ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીના નિદેશક  વદિમ તારાસોવે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા હ્યુમન ટ્રાયલ કરવા માટે કેટલાક વોલિયેંટરર્સ ની પસંદગી કરવામાં આવી હતી અને હવે તેમની પ્રથમ બેચ બુધવારે જ્યારે કે બીજી બેચને 20 જુલાઇએ રજા આપવામાં આવશે જો બધું બરાબર થઈ જાય, તો શક્ય છે કે દુનિયાને કોરોના રોકથામની વેક્સીન મળી જાય.