શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (23:35 IST)

ભોજન-પાણીના અભાવને કારણે 2050 સુધીમાં એક અબજ લોકો બેઘર થઈ જશે - ચોંકાવનારો રિપોર્ટ

વધતી વસ્તીથી ઉભી સર્જાયેલ  ભોજન-પાણીની સમસ્યાને લીધે પ્રકૃતિને જે સ્તરનું નુકશાન થયુ છે તેને કારણે 2050 સુધી વિશ્વની એક અબજ વસ્તી બેઘર થઈ જશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમી એન્ડ પીસ સંસ્થાએ વૈશ્વિક ઇકોલોજીકલ જોખમને આધારે આ સર્વે કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે 2050 સુધીમાં વિશ્વની વસ્તી 10 અબજ સુધી પહોંચી જશે.
 
જેમ જેમ વસ્તી વધશે, તેલ અને અન્ય સ્રોતોની માંગમાં વધારો થવાને કારણે વિશ્વમાં સંઘર્ષ પણ વધશે. જેના કારણે આફ્રિકાના તમામ સહારા, મધ્ય એશિયા અને મધ્યપૂર્વ એશિયાના 1.2 અરબ પોતાના ઘરમાંથી પલાયન થવા મજબૂર પડશે. 
 
30 કરોડ લોકોને પલાયન કરવુ પડ્યું
અહેવાલમાં જણાવાયું છે કે 2019 માં 30 કરોદ લોકોને ઇકોલોજીકલ જોખમો અને સંઘર્ષને કારણે ઘર છોડવું પડ્યું હતું. 2050 સુધીમાં, આ પરિસ્થિતિ ભયાનક બની રહેશે, જે વિકાસશીલ અને વિકસિત દેશો પર ગંભીર સામાજિક અને આર્થિક અસર કરશે. આનું કારણ એ છે કે ઘણા લોકો વિકસિત દેશોમાં આશ્રય માંગશે.
 
ભારત અને ચીનમાં જળ સંકટ
 
રિપોર્ટ અનુસાર ભારત અને ચીનને પાણીની અછતથી સૌથી વધુ અસર થશે. આગામી દાયકાઓમાં પાકિસ્તાન, ઈરાન, મોઝામ્બિક, કેન્યા અને મેડાગાસ્કર જેવા અન્ય દેશોની પરિસ્થિતિ  વધુ વણસી જશે કારણ કે તેમની પાસે જળ સંકટ જેવી પરિસ્થિતિઓ સાથે કામ કરવાની ક્ષમતા નથી.