ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કરાંચી. , સોમવાર, 7 જૂન 2021 (09:55 IST)

પાકિસ્તાનમાં ભીષણ ટ્રેન દુર્ઘટના - સિંઘમાં સામ-સામે અથડાઈ બે ટ્રેનો, અત્યાર સુધી 30ના મોત, 50 ઘાયલ

પાકિસ્તનના સિંઘ શહેરના ઘોટકી જીલ્લામાં બે પેસેન્જર ટ્રેન સામ સામે અથડાતા ઓછામાં ઓછા 30 મુસાફરોના મોત થઈ ગયા છે અને 50 થી વધુ ઘાયલ થયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ટ્રેન દુર્ઘટના ઘાર્કીની પાસે બની છે. પાકિસ્તાની મીડિયા મુજબ મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન વચ્ચે આ ટક્કર થઈ છે. સર સૈયદ એક્સપ્રેસ લાહોરથી કરાચી જઈ રહી હતી. 
 
ડોન છાપા મુજબ સામ-સામેની આ ટક્કરને કારણે મિલ્લત એક્સપ્રેસની બોગીઓ પલટાઈ ગઈ. આ ભીષણ રેલ દુર્ઘટના પછી ઘોટકી, ઓબારો અને મીરપુરની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી ઘોટકીના ડેપ્યુટી કમિશ્નર ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યુ કે ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે અને 50  અન્ય ઘાયલ થઈ ગયા છે. ટ્રેનના કોચ પલટી જવાથી લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. 

 
'6 થી 8 બોગીઓ સંપૂર્ણ નાશ પામ્યા છે'
પાકિસ્તાની અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધી શકે છે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 13 થી 14 બોગીઓ પલટી ગયા હતા. તેમાંથી 6 થી 8 સંપૂર્ણ નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે ઘણા લોકો હજી પણ બોગીઓમાં ફસાયેલા છે અને તેમને બચાવવા ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે રાહત ટ્રેન રવાના કરવામાં આવી છે.
 
 
અધિકારીઓએ એ નથી જણાવ્યું કે રાહત અને બચાવ કાર્ય કેટલો સમય સુધી ચાલશે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે આ એક ખૂબ જ પડકારજનક કાર્ય છે. બોગીઓમાં ફસાયેલા લોકોને બચાવવા મોટી મશીનરીઓ ઘટના સ્થળ પર લાવવી પડશે. તેમણે કહ્યું કે તમામ ડોકટરોને કામ પર બોલાવવામાં આવ્યા છે. મુસાફરોને રાહત મળે તે માટે મેડિકલ કૈમ્પ બનાવાય રહ્યા છે.