બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ , શુક્રવાર, 6 એપ્રિલ 2018 (10:44 IST)

OMG સલમાનને લઈને આ શુ બોલ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી !!

પાકિસ્તાન પોતાની ચુગલખોરીમાંથી ઊંચુ નથી આવી રહ્યુ. ભારતના આંતરિક મામલે દખલગીરી કરવાની તેની જૂની ટેવ આજે પણ યથાવત છે. શોપિયામાં એનકાઉંટર પછી હવે પાકિસ્તાને ભારતની ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાઝા આસિફે સલમાન ખાનને સજા પર ટિપ્પણી કરતા ઉશ્કેરનારુ  નિવેદન આપ્યા છે. તેમણે કહ્યુ કે સલમાન ખાનને અલ્પસંખ્યક(મુસ્લિમ)  હોવાથી તેને પાંચ વર્ષની કેઅની સજા આપવામાં આવી છે. આસિફે આરોપ લગાવ્યો કે જો સલમાનનો સંબંધ સત્તાધારી દળ સાથે હોત તો તેને ઓછી સજા મળતી. 
 
પાકિસ્તાનની ચેનલ જિયો ન્યૂઝમાં એક ઈંટરવ્યુ દરમિયાન આસિફે જ્યારે સલમાન ખાનની સજા પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે બની શકે છેકે જો સલમાન ખાન સત્તાધારી દળ સાથે જોડાયેલા હોત તો તેમને આટલી કડક સજા ન મળતી અને કોર્ટ તેમને ઓછી સજા સંભળાવતી. 
 
ઉલ્લેખનીય છે કે કાળા હરણના શિકાર મામલે જોધપુરની કોર્ટે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને દોષી સાબિત કર્યો છે.  કોર્ટે તેમને દોષી ઠેરવતા 5 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. જો કે આ મામલે અન્ય ફિલ્મી કલાકારોને મુક્ત કરવામાં આવ્યા છે. 
 
આ પહેલા આફ્રિદીના નિવેદન પર મચ્યો હતો હંગામો 
 
આ પહેલા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિરીદીએ કાશ્મીરમાં એનાકાઉંટર પર સવાલ ઉઠાવતા એક ટ્વીટ કર્યુ હતુ. જેના પર સચિન તેંદુલકરથી લઈને સુરેશ રૈના, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર દરેકે જોરદાર જવાબ આપ્યો હતો.