શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 જૂન 2018 (13:44 IST)

મહિલા રિપોર્ટરે પહેર્યો અશ્લીલ હિજાબ, તસ્વીર વાયરલ

સઉદી પ્રિંસ શાહ સલમન ભલે જ દેશના માર્ગ પર મહિલાઓને કાર ચલાવવાની અનુમતિ આપીને આર્થિક વિકાસ માટે રૂઢીવાદી વિચારને ખતમ કરવાની યોજના બનાવી રહ્યા હોય પણ મહિલા આઝાદીનુ સપનુ હજુ પણ ખૂબ જ દૂર છે. 
 
સઉદી અધિકારીઓએ ટીવીની એક મહિલા પ્રસ્તુતકર્તા વિરુદ્ધ ફક્ત એ માટ તપાસ શરૂ કરી દીધી છે કારણ કે તેણે અશ્લીલ કપડામાં રિપોર્ટિંગ કર્યુ હતુ.  વિવાદને વધતો જોઈએ મહિલા રિપોર્ટરને સઉદી અરબ છોડવો પડી ગયો છે. 
 
મહિલા પર અશ્લીલ કપડા પહેરવાનો આરોપ એટલા માટે લાગ્યો કારણ કે તેણે દુબઈ સ્થિત અલ આન ટીવીની રિપોર્ટર શિરીન અલ-રિફાઈ એક વીડિયોમાં ઢીલો હિજાબ (હૈડસ્કાર્ફ) પહેરી રાખ્યા છે. સાથે જ તેનુ ગાઉન થોડુ ખુલ્લુ રહી ગયુ છે. જેમા તેનુ ટ્રાઉઝર દેખાય રહ્યુ છે. 
 
સઉદી અરબના સોશિયલ મીડિયા પર તેની ઘણી આલોચના થઈ રહી છે. એટલુ જ નહી કારણ કે ટ્વિટર પર અરબી ભાષામાં નૈકેટ વૂમન ડ્રાઈવિંગ ઈન રિયાદ હૈશટૈગ સાથે શિરીનન વીડિયો શેયર કરવામાં આવી રહ્યો છે. મતલબ ફક્ત ઢીલા હિજાબ અને ગાઉનને કારણે મહિલા રિપોર્ટરને નગ્ન પણ કહી દીધી છે. 
 
સઉદી સરકારે પુષ્ટિ કરી છે કે તેમણે શિરીનનો મામલો તપાસ માટે સોંપી દીધો છે. શિરીન પર આરોપ છે કે તેણે અશ્લીલ કપડા પહેરીને સઉદી નિયમો અને આદેશોનુ ઉલ્લંઘન કર્યુ છે. 
 
જો કે શિરીને આ આરોપોને રદ્દ કરતા એક વેબસાઈટને કહ્યુ કે તેમણે જે કપડા પહેર્યા હતા તે કોઈપણ રીતે અશ્લીલ નહોતા. અજલનો દાવો છે કે સઉદી અરબમાં આ મુદ્દાને લઈને વિવાદ વધતા શિરીન દેશ છોડીને જઈ ચુકી છે. જો કે એવુ નથી બતાવાયુ કે શિરીન હવે કયા દેશમાં ગઈ છે. 
 
રૂઢીવાદી દેશ સઉદી અરબમાં મહિલાઓ પર આ અગાઉ પણ અનેક મુશ્કેલ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.  તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં સઉદીની રમત ઓથોરિટીએ એક મહિલા ફિટનેસ સેંટરને બંધ કરવાનો નિર્ણય સંભળાવ્યો કારણ કે તે એક પ્રમોશનલ વીડિયો ચાલી રહ્યો હતો જેમા એક મહિલા જીમના કપડામાં દેખાય રહી હતી.