શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (17:49 IST)

દુનિયાનો સૌથી નાનો સર્જીકલ રોબોટ કરશે ઓપરેશન

લંડન. બ્રિટનના વૈજ્ઞાનિકોએ શલ્ય ચિકિત્સા કરવામાં સક્ષમ દુનિયાનો સૌથી નાના રોબોટને વિકસિત કરવામાં સફળતા મેળવી છે.   બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આ સર્જિકલ રોબોટ રોજ દસ હજાર દર્દીઓનુ ઓપરેશન કરી શકે છે. 
આ રોબોટને  ઓછામાં ઓછા 100 વૈજ્ઞાનિક એંજિનિયરોની એક ટીમ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. સમાચાર પત્ર ગાર્જિયન મુજબ લગભગ 100 વૈજ્ઞાનિકો એંજિનિયરોની એક ટીમે મોબાઈલ ફોન અને અંતરિક્ષ માટે વિકસિત કરવામાં આવેલ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ રોબોટિક આર્મનુ નિર્માણ કર્યુ છે.  જેને એક કાણા(whole) દ્વારા સર્જરી કરવા માટે વિકસિત કરવામાં આવ્યુ છે. 
 
વૈજ્ઞાનિકોએ આ સર્જિકલ રોબોટનુ નામ વર્સિયસ આપ્યુ છે. બિલકુલ મનુષ્યના હાથની જેમ દેખાનારો આ સર્જિકલ રોબોટ  લૈપ્રોસ્કોપિક વિધિથી કરવામાં આવનારી વિવિધ પ્રકારની સર્જરે કરી શકે છે.  જેમા હાર્નિયાનુ ઓપરેશન કોલોરેક્ટલ ઓપરેશન, પ્રોસ્ટેટ ગ્રંથિ ઉપરાંત નાક કાન અને ગળાના ઓપરેશન પણ સામેલ છે. 
 
આ પ્રકારની સર્જરીમાં જૂની શલ્ય ચિકિત્સા વિધિને બદલે ફક્ત એક ચીરો લગાવવામાં આવે છે. કૈબ્રિજ મેડિકલ રોબોટિક્સ મુજબ આ રોબોટનુ નિયંત્રણ શસ્ત્ર ચિકિત્સા 3ડી સ્ક્રીન દ્વારા કરી શકાય છે.