સંબંધિત સમાચાર
- Israel Iran War- પેન્ટાગોનનું મોટું નિવેદન, અમેરિકાએ ઈરાનનાં પરમાણુ ઠેકાણાંને ભારે નુકસાન પહોંચાડ્યું
- No war On Iran - અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, ન્યૂયોર્કના રસ્તાઓ પર 'નો મોર વોર' ના નારા લાગ્યા
- Israel Iran War - ખાડી દેશોમાં તણાવ વધ્યો, સુરક્ષા ચેતવણી જારી, સરકારી કર્મચારીઓને ઘરેથી કામ પર મોકલાયા
- Iran હુમલા પછી તેલના ભાવ સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા, એશિયન બજારો ઘટવાની તૈયારીમાં
- Israel Iran War LIVE - ઇઝરાયલના પીએમ નેતન્યાહૂનું મોટું નિવેદન, કહ્યું- ઈરાન હવે આપણા માટે લેબનોન જેવું છે
અમેરિકાના હુમલાથી ઈરાનનુ મગજ ફર્યુ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયો તો રોકાય જશે હજારો જહાજ, ઠપ્પ થઈ જશે તેલ સપ્લાય
strait of Hormuz
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ જંગમાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ ચુકી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આદેશ પર અમેરિકા દ્વારા ઈરાનના 3 પરમાણુ ઠેકાણા પર બોમ્બમારો કર્યા પછી મઘ્યપૂર્વમાં ચાલી રહેલ તનાવ હવે વધુ મુશ્કેલ થઈ ગયો છે. વિશેષજ્ઞોનુ માનવુ છે કે અમેરિકાની કાર્યવાહીના જવાબમાં ઈરાન હોર્મુજ સ્ટ્રેટ બંધ કરી શકે છે. જે આખી દુનિયા માટે એક મહત્વપૂર્ણ ટ્રેડ રૂટ છે. દુનિયાના કુલ તેલ અને ગેસ સપ્લાયનો પાંચમો ભાગ એટલે કે 20 ટકા હોર્મુજ સ્ટ્રેટના રસ્તે થી જ થાય છે. આ રૂટ રોજ 2 કરોડ બેરલ તેલના ટ્રાંસપોર્ટ થાય છે અને એક મહિનામાં લગભગ 3000 વિશાળ જહાજ અહીથી પસાર થાય છે.
strait of Hormuz
હોર્મુજ સ્ટ્રેટ દ્વારા જ થાય છે ઓપેક દેશોને તેલની નિકાસ
દુનિયાની કુલ તેલ ખપતનો લગભગ 5મો ભાગ હોર્મુજ જલડમરુમઘ્યથી થઈને પસાર થાય છે. એનાલિટિક્સ ફર્મ વોર્ટેક્સાના ડેટા મુજબ વર્ષ 2022ની શરૂઆત અને ગયા મહિનાની વચ્ચે રોજ લગભગ 17.8 મિલિયનથી 20.8 મિલિયન બૈરલ કાચુ તેલ, કંડેનસેટ અને અન્ય ઈંઘણ જલડમરુમઘ્યથી થઈને નીકળતુ હતુ. પેટ્રોલિયમ નિકાસક દેશોના સંગઠન (OPEC) ના સભ્ય દેશ, સઉદી અરબ, ઈરાન, સંયુક્ત અરબ, ઈરાન, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત અને ઈરાક પોતાના મોટાભાગના કાચા તેલની નિકાસ આ જ રૂટ પરથી કરે છે. ખાસ કરીને એશિયાને.
Dear MAGA Friends & family;
— BlueDream (@58bugeye) June 22, 2025
In retaliation to the unprevoked MAGA Republican attack on Iran. Irans parliament, has approved shutting down the strait of Hormuz.
This will increase the price of oil and we will all feel it at the gas pumps.
Is this what you voted for? pic.twitter.com/h6KChaqtFH
ઈરાને હોર્મુજ સ્ટ્રેટ બંધ કર્યો તો શુ થશે
જો ઈરાન આ રૂટને બંધ કરે છે તો આ બધા જહાજ રોકાય જશે અને આખી દુનિયામાં તેલ-ગેસની સપ્લાય ઠપ્પ થઈ શકે છે. રૂટ બંધ થવાથી તેલનો વેપાર અસ્ત-વ્યસ્ત થઈ જશે અને તેની સીધી અસર વૈશ્વિક તેલની કિમંતો પર પડશે. જેનાથી આખી દુનિયામાં તેલની કિમંતો ખૂબ વધી જશે. દુનિયાના સૌથી મહત્વના ઓયલ ચોકપોઈટ્સમાંથી એક હોર્મુજ જલડમરુમઘ્ય ભૂ રણનીતિક રૂપથી અમેરિકા જ નહી પણ આખી દુનિયાના તમામ દેશો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની તાકત એલના પ્રવાહ પર ખૂબ વધુ નિર્ભર છે.
ईरान की संसद ने Strait of Hormuz को बंद करने की धमकी दी है, जो वैश्विक तेल और गैस के लिए एक महत्वपूर्ण मार्ग है!
— Sadaf Afreen صدف (@s_afreen7) June 22, 2025
और ईरान की इस धमकी से ट्रंप बौखला गया है!
ट्रंप ने चीन से कहा है कि वो ईरान से इस मामले में बात करे ताकि ईरान इस जलमार्ग को बंद न करे!
बता दूं, Strait of Hormuz एक… pic.twitter.com/EIhEFgtmFH
ભયાનક મોંઘવારીની ચપેટમાં અમેરિકા પણ આવશે
જલડમરુમઘ્યને બંધ કરવુ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રત્યક્ષ રોકાણ થોપવા જેવુ રહેશે. ઉલ્લેખનીય છે કે તેનાથી તેલની કિમંતોમાં ઉછાળ આવશે. જેનાથી અમેરિકા સહિત આખી દુનિયામાં તત્કાલ પ્રભાવથી મોંઘવારી વધી જશે. પણ આ ઈરન માટે પણ આર્થિક રૂપથી આત્મ ક્ષતિ થશે. કારણ કે ઈરાનનુ તેલ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હોર્મુજને બંધ કરવાથી ખાડીના અરબ દેશ પણ પોતાના હિતોની રક્ષા માટે યુદ્ધમાં સામેલ થવા માટે મજબૂર થઈ શકે છે.
ચીન પર પડશે સૌથી ખરાબ અસર
હોર્મુજ સ્ટ્રેટને બંધ કરવાનીસૌથી ખરાબ અસર ચીન પર પડશે. દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન, ઈરાનના કુલ તેલ નિકાસના લગભગ 90 ટકા ભાગ ખરીદે છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યુ છે કે જો ઈરાન હોર્મુજ સ્ટ્રેટને બંધ કરે છે તો આ એક ભયાનક ભૂલ હશે અને તેને માટે આર્થિક આત્મહત્યા રહેશે.
ભારત પર શુ પડી શકે છે અસર
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે સરકાર સતત સ્થિતિની સમીક્ષા કરી રહી છે. જેમા હોર્મુજ જલડમરુમઘ્યને બંધ થવાની શક્યતા પણ સામેલ છે. મંત્રીએ કહ્યુ, અમે આપૂર્તિના સ્ત્રોતોમાં વિવિધતા લાવ્યા છે. ભારતમાં રોજ ખપત થનારા 5.5 મિલિયન બૈરલ કાચા તેલમાંથી લગભગ 1.5થી 2 મિલિયન હોર્મુજ જલડમરુમઘ્યથી આવે છે. અમે અન્ય માર્ગોથી લગભગ 4 મિલિયન બૈરલ આયાત કરીએ છીએ. અમારી તેલ માર્કેટિંગ કંપનીઓ પાસે પર્યાપ્ત સ્ટોક છે. મોટાભાગની કંપનીઓ પાસે 3 અઠવાડિયા સુધીનો સ્ટોક છે. જ્યારે કે એક કંપનીના 25 દિવસનો સ્ટોક છે.
હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે ભારત અન્ય માર્ગોના માઘ્યમથી કાચા તેલની આપૂર્તિ વધારી શકે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, "મારુ માનવુ છે કે આ મામલે કોઈપણ ચિંતાનુ કારણ નથી. અમે સામે આવનારી સ્થિતિ પર નજર રાખીશુ અને પ્રધાનમંત્રી પહેલા જ બધા મુખ્ય નેતાઓ સાથે વાત કરી ચુક્યા છે.
હોર્મુજ જલડમરુમઘ્ય શુ છે
હોર્મુજ જલડમરુમઘ્ય, ઈરાન અને ઓમાન વચ્ચે એક મહત્વપૂર્ણ અને મુખ્ય જળમાર્ગ છે. આ ઉત્તરમાં ફારસની ખાડીને દક્ષિણમાં ઓમાનની ખાડી અને તેની આગળ અરબ સાગર સાથે જોડે છે. આ પોતાના સૌથી સંકોચિત બિંદુ પર 33 કિમી પહોળી છે. જ્યારે કે શિપિંગ લેન ફક્ત 3 કિમી પહોળી છે. સંયુક્ત અરબ અમીરાત (UAE) પણ હોર્મુજ જલડમરુમઘ્યથી ખૂબ નિકટ છે.
