બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (16:10 IST)

સર્જિકલ સ્ટ્રાઈક પર નવાઝ શરીફની પુત્રી મરિયમનુ ટ્વીટ

ભારતના સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સંપૂર્ણ રીતે ગભરાયુ છે. પાકિસ્તાની નેતા સતત નિવેદનબાજી કરી રહ્યા છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ શરીફે પણ સોશિયલ મીડિયામાં સર્જિકલ સ્ટ્રાઈક પર પોતાની પ્રતિક્રિયા આપી. મરિયમે પોતાના ટ્વીટમાં પાકિસ્તાની સેનાના બે જવાનોની ફોટો શેયર કરતા 'પાકિસ્તાનના પુત્ર' લખ્યુ છે. 
 
ઈમરાન ખાને કર્યો મોદી પર હુમલો 
 
આ પહેલા પાકિસ્તાનના એક ક્રિકેટરથી રાજનેતા બનેલા અને તહરીક એ ઈંસાફ પાર્ટીના નેતા ઈમરાન ખાને કહ્યુ હતુ કે હવે તેઓ મોદીને બતાવશે કે જવાબ કેવી રીતે આપવામાં આવે છે. સાથે જ તેમણે પોતાના પ્રધાનમંત્રી પર હુમલો બોલતા કહ્યુ કે નવાજ શરીફ ભારત સામે એકદમ ફેલ સાબિત થયા છે.