શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 ડિસેમ્બર 2021 (15:59 IST)

આ દેશમાં સુસાઈડ મશીનને આપી મંજુરી, કોઈપણ દર્દ વગર એક મિનિટમાં થશે મોત

આત્મહત્યાને લઈને દુનિયાભરમાં હંમેશા તમામ વાતો થતી રહે છે. આ દરમિયાન યૂરોપીય દેશ સ્વિટજરલેંડે આત્મહત્યા કરવામાં મદદ આપનારી મશીનને કાયદાકીય મંજુરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક મિનિટમાં આત્મહત્યાની પ્રક્રિયા પુરી કરી દે છે. તેનાથી વ્યક્તિ કોઈપણ દર્દ વગર હંમેશા માટે મોતના ખોળામાં સૂઈ શકે છે. ત્યારબાદ આ મશીનને લઈને આખી દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ મશીન એક શબપેટીનો આકાર બનેલો હોય છે. 'ધ ઈંડિપેંડેટની એક ઑનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માધ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછા કરીને હાઈપોક્સિયા નએ હાઈપોકેનિયાના માધ્યમથી મોત થઈ જાય છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમાં નાઈટ્રોજનની માત્રા અનેક ગણી વધી જાય છે જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનુ મોત થઈ જાય છે. 
 
જો કે રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી પણ શકતા નથી કે હલી પણ શકતા નથી. આ મશીનને યૂઝરે પોતાના પસંદગીના સ્થાન પર લઈ જવાનુ રહેશે. ત્યારબાદ મશીનની નષ્ટ થવા યોગ્ય કૈપ્સૂલ જુદી થઈ જાય છે. જેથી તેને શબપેટીની જેમ ઉપયોગમાં લઈ શકાય. 
 
ઉલ્લેખનીય છે કે આ મશીન એક શબપેટીના આકારનુ બનેલુ છે. ધ ઈંડિપેંડેટની એક ઓનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માઘ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછુ કરીને હાઈપોસ્કિયા અને હાઈપોકેનિયાના માધ્યમથી મોત આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમા નાઈટ્રોજનની માત્રા અનેકગણી વધી જાય છે. જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનુ મોત થઈ જાય છે.