મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (14:06 IST)

આ મોડલે પોતાના પુત્ર સાથે પડાવ્યો ન્યૂડ ફોટો, થઈ ગઈ જેલ

દુનિયાભરની તમામ મોડલ્સ અવાર-નવાર અનેક પ્રકારના ફોટોશૂટ કરાવતી રહે છે. અનેકવાર તેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ જાય છે અને ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં જ ઘાનાની એક મોડલ અને અભિનેત્રીનુ એક ફોટોશૂટ ચર્ચામાં આવ્યુ હતુ અને આ ફોટો માટે અભિનેત્રીને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ પોતાના પુત્ર સાથે ન્યુઝ ફોટોશૂટ કરાવ્યુ હતુ. હવે અભિનેત્રીને સજાનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અકુઆપેમ પોલીએ જૂન 2020માં પોતાના પુત્રના જન્મદિવસ પર પોતાની સાથે ન્યૂડ ફોટો ખેંચાવી હતી. ન્યૂયોર્ક પોસ્ટની એક રિપોર્ટ મુજબ પશ્ચિમી આફ્રિકી દેશની આ જાણીતી અભિનેત્રીને રોજમંડ બ્રાઉનના નામથી પણ ઓળખાય છે. આ ફોટોશૂટ પછી ખૂબ વિવાદ સર્જાયો. તસ્વીરમાં રોજમંડ એકદમ ન્યૂડ હતી જ્યારે કે તેના પુત્રએ ફક્ત શોર્ટ્સ પહેર્યા હતા. 
 
તસ્વીર વાયરલ થયા પછી અભિનેત્રી ઉપર કેસ નોંધાયો છે. આ વર્ષ એપ્રિલમાં આ મામલે સુનાવણી થઈ હતી અને રોજમંડને 90 દિવસની સજા સંભળાવી હતી. પણ તેના વિરુદ્ધ રોજમંડે એક અપીલ દાખલ કરી હતી. આ અપીલને કોર્ટ રદ્દ કરી દીધી છે અને તેને સજા સંભળાવી છે. જજે કહ્યુ કે આ એક પ્રકારની ઘરેલુ હિંસાનો મામલો છે અને આ ફોટોએ આ બાળકની ગરિમાને ઠેસ પહોંચાડી છે. 
 
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે પોતાની ટિપ્પણીમાં જજે કહ્યુ કે સોશિયલ મીડિયા પર ન્યુડ ફોટો શેયર કરવાનુ કલ્ચર પરેશાન કરનારુ છે. શુ આ મહિલાએ પોતાના બાળકને આ ફોટો નાખતા પહેલા પુછ્યુ હતુ ? શુ તેણે પોતાના બાળકની પ્રાઈવેસીને રિસ્પેક્ટ કર્યો .. તેણે આવુ ન કર્યુ. મહિલાઓ સાથે અપરાધ વધવાની સાથે સાથે અશ્લીલ સામગ્રીઓમા પણ ખૂબ વધારો જોવા મળ્યો છે. 
 
હાલ હવે અભિનેત્રીને સજા સંભળાવી છે અને તેને જેલ જવુ પડશે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી એક સિંગલ મધર છે અને તેણે પોતાની હરકત પર પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. સજા મળ્યા પછી તેણે એકવાર ફરીથી તાજેતરમાં પોતાના પુત્રનો ફોટો પોસ્ટ કરી લખ્યુ, બેટા હુ તને ખૂબ પ્રેમ કરુ છુ અને ભગવાન હંમેશા તારી સાથે છે. જ્યા સુધી મમ્મી સજા કાપીને નથી આવતી ત્યા સુધી સ્વસ્થ રહેજે.