બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (13:32 IST)

7 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં થશે કંઈક મોટો ધમાકો - કંગાલ પાકિસ્તાનને બચાવવા માટે દુશ્મન ઈમરાન ખાનના હાથ જોડી રહ્યા છે પીએમ શહબાજ

imran shebaz
જીન્નાના દેશ પાકિસ્તાનમાં હવે દેશના અસ્તિત્વની લડાઈ લડવામાં આવી રહી છે. જ્યારે કંગાલ દેશ કર્જના મહાસાગરમાં ડૂબેલો છે. તો તેને કાઢવા માટે પાકિસ્તાન સરકાર પોતાના દુશ્મનોની આગળ પણ હાથ જોડવા માટે મજબૂર થઈ ગઈ છે. પીએમ શહબાજે બધા દળોના નેતાઓની મીટિંગ બોલાવી છે. આ માટે અન્ય દળો સાથે પીએમ શહબાજે ઈમરાન ખાનને પણ બોલાવ્યા છે. તેમની પાર્ટીને પણ મીટિંગ માટે આમંત્રણ આપ્યુ છે.  પાકિસ્તાનનુ રાજકારણમાં શહબાજ અને ઈમરાનની આ મીટિંગ ચોંકાવનારી છે. તે ઈમરાન જેણે પોતાના ઉપર જીવલેણ હુમલા માટે શહબાજ શરીફ પર આરોપ લગાવ્યો હતો. એ જ પાકિસ્તાનના પીએમ શહબાજ પણ દેશની બરબાઈ માટે પૂર્વની ઈમરાન સરકારને જવાબદાર માને છે. 
 
વિપક્ષ બબાલ ઉભો ન કરે, તેથી શહબાજ બોલાવી રહ્યા છે મીટિંગ 
 
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે ગયા વર્ષે એપ્રિલમાં સત્તા મેળવી હતી. પણ સત્તાના સુખ ભોગવાને બદલે તે દેશને ઐતિહાસિક આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે હાથ પગ મારી રહ્યા છે. તેમણે ઈમરાન ખાન પર અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને સત્તામાંથી બહાર કર્યા હતા. સમયે કંઈક એવી કરવટ બદલી કે શહબાજ હવે એ જ ઈમરાન ખાનને આર્થિક અને રાજનીતિક સંકટના સમાધાન શોધવા પર કેન્દ્રિત ઓલ પાર્ટી કૉન્ફ્રેંસ માટે આમંત્રણ આપી રહ્યુ છે.  ઉલ્લેખનીય છે કે શહબાજ સરકારને ચિંતા સતાવી રહી છે કે કર્જ મેળવવા માટે જો તેઓ આઈએમએફની શરતો માને છે અને વધુ ટેક્સ લાગૂ કરે છે તો વિપક્ષ બબાલ ઉભો કરી શકે છે. 
 
પાકિસ્તાની મીડિયાના મુજબ, પાકિસ્તાનની સૂચના મંત્રી મરિયમ ઔરંગજેબે કહ્યુ કે પાક પીએમ બધા રાજનીતિક દળોના પ્રમુખ સાથે બેઠક કરવા માંગે છે. જેથી તે સાથે મળીને દેશના પડકારોનો સામનો કરવાનો આઈડિયા શોધી શકે. આ કૉંફરેંસ 7 ફેબ્રુઆરીના રોજ ઈસ્લામાબાદમાં યોજાશે.  તેમણે કહ્યુ કે મંત્રી અયાજ સાદિકે પીટીઆઈના ટોચના નેતાઓ સાથે સંપર્ક કરવો શરૂ કરી દીધો છે અને તેમા આગામી બેઠકમાં ભાગ લેવા કહી  રહ્યા છે. 
 
એકબીજાના કટ્ટર વિરોધી ઈમરાન અને શહબાજ 
 
પાકિસ્તાન ડેમોક્રેટિક  મૂવમેંટ નીત સરકાર તરફથી ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફને બેઠક માટે નિમંત્રણ પાઠવવુ એ પાકિસ્તાનના રાજકારણમાં મોટી હલચલ છે.  લગભગ બધા મુદ્દા પર બંને એકબીજાના વિરુદ્ધ રહે છે. પણ આ પણ એક કડવુ સત્ય છે કે પાકિસ્તાન આ જ નેતાઓને કારણે આજે કર્જ અને આતંકવાદના કિચડમાં ફસાય ગયુ છે.