શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (12:58 IST)

અંડરવિયર્સને લઈને આ યુવતીને છે અનોખુ ઝનૂન, કરે છે લાખો રૂપિયા ખર્ચ

underwear
સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ શોખ હોય છે. આજે અમે તમને એક એવી યુવતી વિશે બતાવી રહ્યા છીએ જેને અંડરવિયર કલેક્શનનુ ઝનૂન છે. સાંભળીને તમને થોડી નવાઈ જરૂર લાગશે પણ આ સત્ય છે. સિડનીની 27 વર્ષની એલી હેટફુલને પોતાના આ શોખને કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  એલી બતાવે છે કે અનેકવાર પોતાના મોંઘા અને વિચિત્ર અંડરવિયરને કારણે તેમને કામના સ્થાન પર પણ ખૂબ મુશ્કેલી પડે છે. જોકે તે પોતાના આ કલેક્શનને કારણે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય પણ છે. તેણે કહ્યુ કે મોટાભાગના લોકો મારી ફેશનને સમજતા નથી પણ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. પોતાના અંડરવેઅરની સાથે હુ અનેક પ્રકારના પ્રયોગ કરુ છુ અને તેનાથી મને સારુ લાગે છે. અનેકવાર મારી ડિઝાઈનર બ્રા ની સ્ટ્રિપ જોઈને કેટલાક લોકો ઓફિસમાં મને ટોકતા રહે છે.  મારી અંડરવિયર જો ક્યારેક જૉબ યૂનિફોર્મની અંદરથી દેખાય તો કેટલાક લોકો તેને કામના નિયમોનું ઉલ્લંઘન બતાવે છે. 
 
એલી દર વર્ષે લગભગ 2 લાખ રૂપિયા અંડરવેઅર કલેક્શન પર ખર્ચ કરે છે. તેણે જણાવ્યુ કે તેમની પાસે 150થી વધુ સેટ છે અને બાળપણથી જ તેણે મહિલાઓના અંડરવિઅર ખૂબ આકર્ષિત કરે છે.  જો કે અંડરવેઅર કલેક્શનનો આ શોખ જોબને કારણે વધુ ચઢ્યો કારણ કે તેની જોબમાં યૂનિફોર્મ ફિક્સ છે. એલીએ કહ્યુ, જૉબ માટે યૂનિફોર્મ ફિક્સ હોવાને કારણે મને ખૂબ વધુ ફેશન સાથે કંઈક અલગ કરવાની છૂટ નથી. રોજ રોજ એક જેવા કપડા પહેરવાને કારણે ત્યા મારે માટે કશુ  અલગ કરવુ શક્ય નથી. તેથી મેં મારી અંડરવેઅરને જ સ્ટાઈલ સ્ટેટમેંટ બનાવવાનુ વિચાર્યુ.