48 કલાકમાં ખતમ થઈ શકે છે અમેરિકા-ઈરાન યુદ્ધ
us iran war finish
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા અને પરમાણુ વાતચીતનો રસ્તો નક્કી કરવાના ખૂબ નિકટ પહોચી ગયો છે. અમેરિકી વેબસાઈટ એક્સિયોસની રિપોર્ટ મુજબ ઈરાન 48 કલાકની અંદર સીઝફાયરને લઈને સહમતિ આપી શકે છે.
બંને દેશો વચ્ચે 14 પોઈંટવાળી સમજૂતી (MOU) તૈયાર છે. જો કે હાલ આ ફાઈનલ નથી થયુ. પણ વાતચી પહેલા કરતા વધુ આગળ વધી ચુકી છે.
સમજૂતીની મુખ્ય શરત
- સૌથી પહેલા યુદ્ધ ખતમ કરવાની જાહેરાત થશે
- 30 દિવસ સુધી બંને દેશોની વિસ્તૃત વાતચીત થશે
- તેમા હોર્મુજ, પરમાણુ કાર્યક્રમ, અમેરિકી પ્રતિબંધોમાં ઢીલ જેવા મુદ્દા રહેશે.
- બંને દેશો વચ વાતચીત માટે ઈસ્લામાબાદ કે પછી જિનેવા જેવા શહેરો પર વિચાર થઈ રહ્યો છે.
ડ્રાફ્ટના મુજબ ઈરાન ન્યૂક્લિયર પ્રોગ્રામને થોડો સમય માટે રોકી શકાય છે. બદલામાં અમેરિકા ધીરે ધીરે પ્રતિબંધ ઓછો કરશે અને ઈરાનના જપ્ત કરેલા અરબો ડોલર રજુ કરી શકે છે. સાથે જ હોર્મુજમાં બંને બાજુથી લગાવેલ રોકમાં પણ ઢીલ આપવામાં આવશે.
જો કે સૌથી મોટો વિવાદ ન્યૂક્લિયર પ્રોગ્રામ રોકવાના સમયને લઈને છે. ઈરાન 5 વર્ષનો પ્રસ્તાવ આપી ચુક્યો છે. જ્યારે કે અમેરિકા 20 વર્ષ ઈચ્છતુ હતુ. હવે વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ થઈ રહી છે. જેમા 12 થી 15 વર્ષ સુધીના સમય પર વાત ચાલી રહી છે.
