ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 2 ઑગસ્ટ 2017 (15:35 IST)

VIDEO - પત્ની પાસે સમય નથી તો ડોલને બનાવી પાર્ટનર

મિત્રો આ લવ સ્ટોરી સાંભળવામાં તમને થોડી વિચિત્ર લાગશે...  પણ આ સત્ય છે.. . જાપાનના 45 વર્ષીય માયાસુકી ઓજાકી નામનો એક વ્યક્તિ ડોલ એટલે કે  ઢીંગલીના પ્રેમમા પડી ગયો.. આ ડોલના કારણે તેણે પોતાના પત્ની સાથે ઝગડો પણ થયો અને છેવટે પ્રેમની જીત થઈ અને હવે માયાસુકી મોટાભાગનો સમય પોતાની ડોલ સાથે વીતાવે છે.

વ્યવસાયે ફિઝિયોથેરેપિસ્ટ માયાસુકીનુ કહેવુ છે કે તેની પત્ની અને બાળકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે. ..  કે તેમની પાસે ઓજાકી માટે સમય જ નથી.. ..  તેથી જ તો બજારમાંથી માયુ નામની આ સિલિકૉન ડોલ તેઓ ખરીદી લાવ્યા..  જેની કદકાઠી બિલકુલ કોઈ સ્ત્રી જેવી જ છે.  જે રીતે કોઈ પતિ પોતાની પત્ની સાથે રહે છે એ જ રીતે માયાસુકી પણ આ ડોલ સાથે એક જ રૂમમાં રહે છે.  આ વાતને લઈને તેમની પત્ની સાથે તેમનો ઝગડો પણ થયો હતો.. પણ પછી પત્નીએ પણ પરિસ્થિત સાથે સમજૂતી કરી લીધી. 
 
માયાસુકીનુ કહેવુ છે કે ડોલ સાથે સંબંધો મુશ્કેલ નથી અને ડોલ તેની બધી વાતો આરામથી સાંભળે છે.  તેઓ તેને બહાર ફરવા પણ લઈ જાય છે અને શોપિંગ પણ કરાવે છે.  સાથે જ તેમણે ડોલ સાથે જીવવા-મરવાના સોગંધ લીધા છે અને મર્યા પછી પણ તેને પોતાની સાથે જ  દફનાવવામાં આવે એવી ઈચ્છા  રાખે છે.  માયુ ડોલના રૂપમાં તેમને પોતાનો જીવનસાથી મળી ગયો છે..  આ વીડિયો જોઈને પત્નીઓ તમે પણ વિચાર કરો કે શુ તમે પણ તમારા પતિને પૂરતો સમય આપો છો કે નહી.. 

webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર